China એ LAC પર તૈનાત કર્યા 50 હજારથી વધુ જવાન, ડ્રોન વડે રાખી રહ્યું છે નજર
ચીન (China) એ બોર્ડર પર યુદ્ધને હવા આપનાર હરકત શરૂ કરી દીધી છે. ચીની સેના (Chinese Army) પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર પોતાના ક્ષેત્રમાં 50 હજારથી વધુ સૈનિકો તૈનાત કર્યા બાદ મોટાપાયે ડ્રોન (Drone) નો ઉપયોગ શરૂ કરી રહી છે.
બીજિંગ: ચીન (China) એ બોર્ડર પર યુદ્ધને હવા આપનાર હરકત શરૂ કરી દીધી છે. ચીની સેના (Chinese Army) પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર પોતાના ક્ષેત્રમાં 50 હજારથી વધુ સૈનિકો તૈનાત કર્યા બાદ મોટાપાયે ડ્રોન (Drone) નો ઉપયોગ શરૂ કરી રહી છે. આ ડ્રોન ભારતીય ચોકીઓની આસપાસ લગભગ ઉડાન ભરી રહ્યા છે. સત્તાવર સૂત્રોએ ન્યૂઝ એજન્સી ANI ને જણાવ્યું કે પીપલ્સ લિબરેશન આર્મી (PLA) ની ડ્રોન ગતિવિધિઓ મોટાભાગે દૌલત બેગ ઓલ્ડી સેક્ટર ગોગરા હાઇટ્સ વગેરે ક્ષેત્રોમાં જોવા મળી રહી છે.
Indian Army પણ એલર્ટ
ભારીય સેના ચીનની આ હરકતો પર પૈની નજર રાખી રહેલું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય સેના એકદમ સર્તક છે. તે મોટાપાયે ડ્રોન તૈનાત કરી રહી છે. જલદી જ તે નવી ઇઝરાયલી અને ભારતીય ડ્રોનને મોટા બેડામાં સામેલ કરશે. આ ડ્રોનને સીમા પર ચીનના પડકારનો સામનો કરવા માટે સુરક્ષાબળો તરફથી અધિગ્રહિત કરવામાં આવ્યા છે.
'Taarak Mehta'... ના આ એકટરને ઓળખ્યો તમે? રિયલ લાઇફમાં છે જેઠાલાલ સાથે ખાસ કનેક્શન
Permanent અડ્ડાઓ બનાવી રહ્યું છે China
LAC પર હાલની સ્થિતિનો ઉલ્લેખ કરતાં સૂત્રોએ જણાવ્યું કે હવે ફ્રિક્શન પોઇન્ટનો મુદ્દો ઉકેલવાની જરૂર છે. સૂત્રોએ જણાવ્યું હતું કે કે ચીન અત્યારે પણ ચૂપ બેસ્યું નથી તે પોતાના સૈનિકોના માટે પોતાના કામચલાઉ માળખાના રૂપમાં બદલી રહ્યા છે. પૂર્વે લદ્દાખમાં એલએસી પાસેના વિસ્તારોમાં તિબ્બતી ગામોની પાસે ચીને સૈન્ય છાવણી બનાવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube