બેઈજિંગ: ચીનમાં કોરોનાનો જે કહેર ગત વર્ષ જાન્યુઆરીથી શરૂ થયો હતો તેના પાછા ફરવાનું જોખમ તોળાઈ રહ્યું છે. ચીનમાં 100 કરોડથી વધુ નાગરિકોને કોરોના રસીના બંને ડોઝ લાગી ગયા છતાં સંક્રમણ ફેલાઈ રહ્યું છે. આ જ કારણ છે કે ચીને 40 લાખની વસ્તીવાળા શહેર લાનઝોઉમાં લોકડાઉન લગાવી દીધુ છે. લાનઝોઉ શહેર પ્રશાસને મંગળવારે કહ્યું કે તમામ રહેણાંક મકાનોને સંપૂર્ણ રીતે બંધ કરી દેવાયા છે. કોઈને ઘરમાંથી બહાર નીકળવાની મંજૂરી નહીં રહે. ચીનની રાજધાની બેઈજિંગમાં પણ કોરોનાના કેસે દહેશત ફેલાવી છે. લોકો કોવિડ ટેસ્ટસેન્ટરની બહાર લાંબી લાઈન લગાવી રહ્યા છે. 


પ્રશાસનનું કહેવું છે કે કોરોના વાયરસના વધતા કેસને રોકવા માટે આ પગલું લેવાઈ રહ્યું છે. નાગરિકોને કહેવાયું છે કે ઈમરજન્સી જરૂરિયાતોને બાદ કરતા ઘરની બહાર ન નીકળવું. લાનઝોઉ પ્રશાસને તમામ સ્થાનિક કચેરીઓ, રહેણાંક કોલોની અને અન્ય સંસ્થાઓને કોવિડ પ્રોટોકોલનું કડકાઈથી પાલન કરવાનું કહ્યું છે,. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube