આ દેશની યુવા પેઢી લગ્ન માટે નથી દેખાડી રહી દિલચસ્પી, જાણો શું છે તેનું કારણ
ચીનમાં લગ્ન જીવનના દરમાં સતત છેલ્લા પાંચ વર્ષથી ઘટાડો થઇ રહ્યો છે. લગ્ન જીવનના દરમાં ઘટાડાનું કારણ એ જાણવા મળી રહ્યું છે કે, યુવા પેઢી મોડા લગ્ન કરવા પસંદ કરી રહ્યાં છે અથવા તો તેમની લગ્ન જીવનમાં દિલચસ્પી ઘટતી જઇ રહી છે.
બિજિંગ: ચીનમાં યુવા પેઢીની લગ્ન જીવનમાં દિલચસ્પી ઘટતી જોવા મળી રહી છે. આંકડાઓ જણાવી રહ્યાં છે કે, ચીનમાં લગ્ન જીવનના દરમાં સતત છેલ્લા પાંચ વર્ષથી ઘટાડો થઇ રહ્યો છે. લગ્ન જીવનના દરમાં ઘટાડાનું કારણ એ જાણવા મળી રહ્યું છે કે, યુવા પેઢી મોડા લગ્ન કરવા પસંદ કરી રહ્યાં છે અથવા તો તેમની લગ્ન જીવનમાં દિલચસ્પી ઘટતી જઇ રહી છે. નેશનલ બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ સિવિલ કેસ મંત્રાલયે જણાવ્યું કે, લગ્ન જીવનનો દર 2013માં પ્રતિ 1000 લોકોએ 9.9 ટકા હતો જે 2018માં ઘટીને પ્રતિ 1000 લોકોએ 7.2 ટકા થઇ ગયો છે. જોકે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી નીચુ સ્તર છે.
વધુમાં વાંચો: પાકિસ્તાનમાં મચ્યો હડકંપ, PM ઈમરાન ખાનના ઘર નજીકથી મળ્યાં ડઝન જેટલા જીવિત બોમ્બ
સમાચાર એજન્સી સિન્હુઆના રિપોર્ટ અનુસાર, આંકડા જુદા-જુદા ક્ષેત્રોમાં અલગ અલગ હોઇ શકે છે. પરંતુ જે ક્ષેત્રમાં જેટલો વધારે વિકાસ છે ત્યાં લગ્ન જીવનનો દર એટલો ઓછો છે. એટલે કે, આજની યુવા પેઢીને લગ્નના બંધનમાં બંધાવું જરૂરી લાગતું નથી. કેમ કે, મોટાભાગના યુવાનો એકલા જીવન જીવવાનું પસંદ કરવા લગ્યા છે.
વધુમાં વાંચો: ચીનની દાદાગીરી સામે ન ઝૂક્યો આ ટચૂકડો દેશ, આપ્યો એવો જડબાતોડ જવાબ કે ડ્રેગન સ્તબ્ધ
રિપોર્ટના અનુસાર, ચીનમાં એક ધારણા પ્રચલિત છે જેમાં કહેવામાં આવ્યું છે કે, હું નીચા ગુણવત્તાના વૈવાહિક જીવનને બદલે ઉચ્ચ ગુણવત્તાના એકલા જીવનને પ્રાધાન્ય આપું છું. નિષ્ણાંતોએ જણાવ્યું કે, વસવાટ અને બાળકો શિક્ષણનો ખર્ચ વધવો પણ એક કારણ છે. જેના કારણે લગ્ન જીવનના દરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
વધુમાં વાંચો: આ ખાસ વ્યક્તિના લવ લેટર માટે રીતસરની પડાપડી, કરોડોમાં થઈ હરાજી
ઝોંગનમ યુનિવર્સિટી ઑફ ઇકોનોમિક્સ એન્ડ લૉના સ્કૂલ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં એસોસિેયેટ પ્રોફેસર શી ઝીલેઇએ કહ્યું કે, વસ્તી વિષયક રચનામાં ફેરફાર પણ લગ્ન જીવનના દરમાં ઘટાડાનું એક કારણ છે.