મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાના માર્ગમાં ચીન કરશે અવળચંડાઈ
UNSCના પ્રસ્તાવ પર નિર્ણય લેવાના કેટલાક કલાક પહેલા ચીને બુધવારે એવા સંકેત આપ્યા છે કે તે આ પગલાનો વિરોધ કરી શકે છે
બીજિંગઃ પાકિસ્તાનમાં સક્રિય આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) દ્વારા વૈશ્વિક આતંકવાદી તરીકે જાહેર કરવાના પ્રસ્તાવ અંગે નિર્ણય લેવાય એ પહેલાં જ ચીને બુધવારે સંકેત આપી દીધા છે કે, તે આ પગલાનો વિરોધ કરી શકે છે.
ચીને જણાવ્યું કે, આ મુદ્દે એવું સમાધાન જોઈએ કે જે તમામ પક્ષોને સાનુકૂળ હોય. જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) દ્વારા વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના પ્રસ્તાવ પર 24 કલાક કરતા પણ ઓછા સમયમાં ચૂકાદો આવશે.
રાફેલ ડીલ કેસ: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સોગંદનામું રજૂ કરવા આપી મંજૂરી
ઉલ્લેખનીય છે કે, ફ્રાન્સ, બ્રિટન અને અમેરિકા દ્વારા 27 ફેબ્રુઆરીના રોજ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં 1267 અલકાયદા પ્રતિબંધ સમિતિ અંતર્ગત મસૂદ અઝહર પર પ્રતિબંધ મુકવાનો પ્રસ્તાવ મુકાયો હતો. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લુ કાંગે અહીં એક મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું કે, "ચીન પોતાની જવાબદારીનું પાલન કરતાં યુએનએસસી 1267 સમિતિની ચર્ચા-વિચારણામાં ભાગ લેશે."
વિશ્વના વધુ સમાચાર જાણવા અહીં ક્લિક કરો....