નવી દિલ્હીઃ કોરોના વાયરસની ઉત્પત્તિને લઈને નવો ખુલાસો થયો છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વુહાનમાં ચીની સેનાની સાથે કામ કરનાર વૈજ્ઞાનિક એક ખતરનાક પ્રયોગમાં લાગેલા હતા. આ લોકો દુનિયાના સૌથી ઘાતક કોરોના વાયરસને મળીને એક નવો મ્યૂટેન્ટ વાયરસ બનાવવા ઈચ્છે છે. આ દરમિયાન કોરોના વાયરસ મહામારીની શરૂઆત થઈ. ધ સંડે ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે રિસર્ચર્સનું માનવું છે કે ચીની વૈજ્ઞાનિક ખતરનાક પ્રયોગોથી જોડાયેલા ગુપ્ત પ્રોજેક્ટ પર કામ કરી રહ્યાં હતા. આ સમયે વુહાન ઈન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજીથો પ્રસાવ થયો અને કોવિડ-19નો પ્રકોપ શરૂ થયો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રિપોર્ટ અનેક દસ્તાવેજો પર આધારિત છે, જેમાં ગોપનીય રિપોર્ટ, આંતરિક મેમો, વૈજ્ઞાનિક રિપોર્ટ અને ઈમેલથી થયેલી વાતચીત સામેલ છે. એક શંસોધકે કહ્યું- હવે તો સ્પષ્ટ થઈ ગયું છે કે વુહાન ઈન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજીમાં કોવિડ-19 વાયરસ સાથે જોડાયેલા પ્રયોગ કરવામાં આવી રહ્યાં હતા. આ કારમને લઈને કોઈ પ્રકારની પ્રકાશિત જાણકારી નથી કારણ કે તે સીની સેનાએ સંશોધકોના સહયોગથી કર્યું હતું. ચીનની આર્મી તેને ફંડ ઉપલબ્ધ કરાવતી હતી. તેવામાં અમારૂ માનવું છે કે ચીન તરફથી જૈવિક હથિયારોનો વિકાસ કરવાના ઈરાદાથી પ્રયોગ કરવામાં આવી રહ્યાં હતા. 


આ પણ વાંચોઃ Ajab Gajab: આ પાર્કમાં જવા માટે કાઢી નાખવા પડશે કપડાં, ન્યૂડ થઇને ફરે છે લોકો


મોતની જાણકારી જાહેર કરવામાં આવી નહીં
વુહાન ઈન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજીમાં 2003માં સાર્સ વાયરસની ઉત્પત્તિની માહિતી મેળવવાનું કામ શરૂ થયું. તે માટે દક્ષિણી ચીનની બૈટ ગુફાઓથી કરવામાં આવેલા કોરોના વાયરસો પર જોખમ ભરેલા પ્રયોગ શરૂ થયા. તેના પરિણામ શરૂઆતમાં જાહેર કરવામાં આવ્યા હતા. 2016માં રિસર્ચરોને યુન્નાન પ્રાંતના મોજિયાંગમાં ખાણમાં સાર્સના સમાન નવા પ્રકારનો કોરોના વાયરસ મળ્યો. ત્યારબાદ ચીને આ મોતોની જાણકારી પબ્લિક કરી નહીં. પરંતુ તે સમયે વાયરસને હવે કોવિડ-19 ફેમેલીનો સભ્ય માનવામાં આવે છે. ત્યારબાદ તેને વુહાન સંસ્થામાં લાવવામાં આવ્યો અને તેના પર વૈજ્ઞાનિકોએ અલગ-અલગ પ્રયોગો શરૂ કર્યાં હતા. 


ચીની સેનાની દેખરેખમાં થતા હતાં પ્રયોગ
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એક ડઝનથી વધુ રિસર્ચરોને અમેરિકી ગુપ્ત સર્વિસ તરફથી ભેગી કરવામાં આવેલી જાણકારી ઉપલબ્ધ કરાવવામાં આવી. તેમાં મેટાડેટા, ફોન ઈન્ફોર્મેશન અને ઈન્ટરનેટ સૂચના સામેલ છે. અમેરિકી વિદેશ વિભાગના શોધકર્તાઓએ કહ્યું કે વુહાન ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજી ખુદને નાગરિક સંસ્થાના રૂપમાં રજૂ કરે છે. તેમ છતાં અહીં ચીનની સેનાની સાથે મળીને ગુપ્ત પ્રોજેક્ટ્સ પર કામ કરવામાં આવ્યું. વુહાન ઈન્સ્ટીટ્યૂટ વાયરોલોજી 2017થી એનિમલ એક્સપરિમેન્ટ સહિત ઘણા પ્રકારના પ્રયોગોમાં લાગ્યું છે. આ બધુ ચીનની સેનાની દેખરેખમાં થતું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube