નવી દિલ્હી: ચીનના એક મેટ્રો સ્ટેશન પર એક માતા અને પુત્ર અચાનક વિખુટા પડી ગયા અને આ ઘટનાએ તેમને રાતોરાત સેલેબ્રિટી બનાવી દીધા. વાત જાણે એમ હતી કે માતા પુત્રનું અચાનક વિખુટા પડવું અને ત્યારબાદ તેમના મિલનની ઘટના એક સીસીટીવી ફૂટજમાં કેદ થઈ જેના કારણે તેઓ ચર્ચામાં આવી ગયાં. લગભગ 40 સેકેન્ડની આ ક્લિપ વુહાનના મેટ્રો ઓથોરિટી દ્વારા જારી કરવામાં આવી છે. આ ક્લિપને અત્યાર સુધી ઓછામાં ઓછા અઢી કરોડ લોકો જોઈ ચૂક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડેલી મેઈલમાં પ્રકાશિત એક અહેવાલ મુજબ આ ઘટના ગત 12 નવેમ્બરની છે, જ્યાં ચીનના હુબઈ પ્રાંત સ્થિત વુહાનમાં એક અંડરગ્રાઉન્ડ સ્ટેશન પર છોકરો તેની માતાથી વિખુટો પડી ગયો. સ્ટેશન સ્ટાફની મદદથી તાઓજિયાલિંગ સ્ટેશન પર આ છોકરો તેની માતાને મળી શક્યો. માતા પુત્રનું આ ભાવુક મિલન પલ સર્વિલાન્સ કેમેરામાં કેદ થઈ ગયું, પ્લેટફોર્મના બીજા કિનારા પર સ્થિત માતાએ જ્યારે પુત્ર ને જોયો તો બંને ભાગતા ભાગતા એકબીજા તરફ આગળ વધ્યા અને હસતાં હસતાં મળ્યાં.



આ ક્લિપને વુહાન સબ વે ઓપરેશન દ્વારા સંપાદિત કરીને પોાતના વીબો એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવી. પોસ્ટ મુજબ સ્ટાફના એક સભ્યે આ છોકરાને જોયો અને તેને માતા સાથે મેળવી આપવામાં મદદ કરી. સ્લો મોશન ઈફેક્ટમાં જારી આ વીડિયો ક્લિપમાં માતાને મુસ્કુરાતા પુત્રને મળતા જોઈ શકાય છે. મળ્યા બાદ તે પુત્રને ગળે લગાવી દે છે.