નવી દિલ્હી: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ ચીન અને કોરોનાના મામલે પોતાના દાવાથી પીછેહઠ કરી છે. કોવિડ -19 સામે આવ્યા બાદ WHOએ કહ્યું કે, ચીનની સરકારે મહામારી ફેલાવવાની જાણકારી યુએનને આપી હતી. પરંતુ હવે WHOએ તેના પોતાના દાવાને નકારી દીધો છે. અમેરિકાની સાપ્તાહિક મેગેઝિન વોશિંગ્ટન એક્ઝામિનરના જણાવ્યા અનુસાર WHOએ તેની વેબસાઇટ પરથી તે માહિતી હટાવી દીધી છે જેમાં ચીન તરફથી વુહાનમાં કોરોના મહામારીના કેસો સંદર્ભે ઉલ્લેખ કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- WHOએ Hydroxychloroquineના પરીક્ષણ પર લગાવ્યો પ્રતિબંધ, જણાવ્યું આ મોટું કારણ


પ્રાપ્ત માહિતી અનુસાર, વેબસાઇટ પર ટાઇમલાઇન ઓફ WHO's રિસ્પોન્સ ટૂ કોવિડ-19ને ચુપચાપ એપડેટ કરવામાં આવી છે. તેની જગ્યાએ કોવિડ-19 પર આંતરરાષ્ટ્રીય કેસની કમિટીની આંતરિક રિપોર્ટ મુકવામાં આવી છે. જેમાં લખ્યું છે કે, લોકોને જાણકારી હોવા છતાં ચીને ક્યારે વુહાનમાં મહામારી ફેલાવવાની જાણકારી WHOને આપી નથી.


આ પહેલા જે WHOની ટાઇમલાઇન પર 31 ડિસેમ્બર 2019ના લખ્યું હતું કે ચીનના મ્યૂનિસિપલ હેલ્થ કમિશને વુહાનમાં કોરોના કેસ હોવાની જાણકારી આપી હતી. ત્યારબાદ કોરોના વાયરસની ઓળખ થઈ હતી. પરંતુ હવે WHOએ લખ્યું છે કે, ચીનમાં તેમના અધિકારીએ ત્યાંના મીડિયામાં મળેલા સમાચારોને ટાંકીને આ અહેવાલ આપ્યો હતો.


આ પણ વાંચો:- PM મોદીની એક ટ્વિટ...જવાબમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું- 'થેંક્યુ મારા દોસ્ત, અમેરિકા ભારતને પ્રેમ કરે છે'


દુનિયાભરમાં લગભગ 10,992,462 લોકો કોરોના મહામારીના સંક્રમિત છે. તેમાંથી લગભગ 6,140,758 લોકો સાજા થયા છે. જ્યારે 524,039 લોકોના મોત થયા છે. અમેરિકા કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત છે. ત્યાં કોરોનાના 2,836,875 કેસ છે અને 131,477 લોકોના મોત થયા છે. ત્યારબાદ બ્રાઝીલ છે જ્યાં 1,501,535 કેસ છે અને 61,990 લોકોના મોત થયાછે. રશિયામાં 661,165 કેસ છે અને 9,683 લોકોના મોત થયા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube