Coronavirus: વિશ્વને બચાવવા માટે ચીનના એક પ્રાંતે કુરબાની આપી દીધી, 6 કરોડ લોકો ખતરામાં
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે આકરા નિર્દેશો જારી કર્યાં છે. તેમના પ્રમાણે હુબેઈથી કોઈપણ બહાર ન જઈ શકે. ઈરાદો છે વાયરસ ફેલાવવો રોકવા જેથી વિશ્વને બચાવી શકાય.
ચીનઃ મ્યૂઝિશિયન ઝાંગ યારૂના દાદીએ સોમવારે અંતિમ શ્વાસ લીધા. તેઓ કોમામાં હતા. હોસ્પિટલે તેમની સારવાર કરવાનો ઇનકાર કરી દીધો હતો. જોન ચેન કોલેજ ગ્રેજ્યુએટ છે. તેમના માતા કોરોના વાયરસથી ચેપગ્રસ્ત છે. તે એટલા નબળા પડી ગયા છે કે હોસ્પિટલમાં સારવાર માટે લાઇનમાં ઉભા રહી શકતા નથી. 30 વર્ષનો એક ડોક્ટર પોતાના છેલ્લા શ્વાસ ગણી રહ્યો છે. આ આઘાતજનક દ્રશ્ય હુબેઈનું છે. ચીનનો એક પ્રાંત જેની વસ્તી છ કરોડ છે. ચીનની સરકારે હવે તેને ભાગ્ય પર છોડી દીધું છે. કોરોના વાયરસથી મૃત્યુ પામનાર 97 ટકા લોકો અહીંથી છે.
મીડિયામાં ચર્ચા વુહાનની છે. હકીકતમાં હુબેઈની રાજધાની છે વુહાન. પૂરા ચીનમાં આ વાયરસથી ચેપગ્રસ્ત જેટલા લોકો છે તેનો 67 ટકા હુબેઈમાં છે. મૃત્યુ પામનારની સંખ્યા દરરોજ વધી રહી છે. લોકલ હેલ્થ સિસ્ટમની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. દર્દીઓ એટલા છે કે હોસ્પિટલમાં પગ મુકવાની જગ્યા નથી. કોરોના વાયરસના રહસ્યમય રોગાણુ સૌથી પહેલા અહીં જોવા મળ્યો હતો. 23 જાન્યુઆરીએ ચીનની સરકારે આખા હુબેઈ પ્રાંતને અલગ-થલગ કરી દીધું હતું.
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે આકરા નિર્દેશો જારી કર્યાં છે. તેમના પ્રમાણે હુબેઈથી કોઈપણ બહાર ન જઈ શકે. ઈરાદો છે વાયરસ ફેલાવવો રોકવા જેથી વિશ્વને બચાવી શકાય. વુહાનના પૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ યાંગ ગાંગહુન કહે છે કે જો આખા રાજ્યને ઘેરાબંધી ન કરવામાં આવી હોત તો બીમાર લોકો સારવાર માટે ગમે ત્યાં જઈ શકતા હતા. તેથી ચીન જીવલેણ વાયરસની ઝપેટમાં આવી જાત. તેનાથી લોકોનું જીવવું મુશ્કેલ બની ગયું છે પરંતુ આ જરૂરી હતું. સમજો આ બધુ યુદ્ધ લડવા જેવું છે.
વુહાનમાં એક કરોડથી વધુ લોકો રહે છે. તેને બીજા દરજ્જાનું શહેર માનવામાં આવે છે. વિકાસના મામલામાં તે શાંઘાઈ, પેઇચિંગ અને ગુઆંગઝાઉથી પાછળ છે. જ્યારે વાયરસ ફેલાવાનું શરૂ થયું તો થોડા દિવસ સુધી કોઈને તેનો અંદાજો નહતો. આ કારણે તે ઝડપથી ફેલાયો હતો. ડિસેમ્બરમાં લાગ્યું કે વુહાનના ફૂડ માર્કેટથી ફેલાયો છે. ડોક્ટરો જણાવ્યું કે, જાનવરોમાંથી તે વાયરસ મનુષ્યમાં આવ્યો. જાન્યુઆરી સુધી સરકારે જાહેર સમારોહ રદ્દ ન કર્યાં. તેનાથી પ્રકોપ વધતો ગયો. ચીનમાં લૂનર ન્યૂ ઇયર બાદ સાચી તસવીર સામે આવી. ત્યાં સુધી ખુબ મોડું થઈ ગયું હતું.
વુહાન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના પ્રોફેસર જેંગ યાન કહે છે કે, 'તે શાંત તોફાનની જેમ આવ્યો. જોત જોતામાં તેણે પૂરા હુબેઈને પોતાની ઝપેટમાં લઈ લીધું. હુબેઈમાં આઈસીયૂ વાળી 110 હોસ્પિટલ છે. અહીં પગ મુકવાની જગ્યા નથી. અલગ પડવાને કારણે અહીં ગ્લવ્સ, પ્રોટેક્ટિવ કપડામાં પણ કમી થઈ ગઈ છે. લોકોને કહેવામાં આવી રહ્યું છે કે પાણી ઓછું પીવો જેથી ટોયલેટ ન જાવું પડે કારણ કે મોજાને વગેરે બદલવા પડશે.'
લાઇબેરિયાનો રેકોર્ડ તૂટ્યો
આ પહેલા ઈબોલા ગ્રસ્ત લાઇબેરિયાના એક વિસ્તારને વિશ્વની અલગ કરી દેવામાં આવ્યું હતું. આ વાત 2014ની છે. ત્યારે ત્યાં તોફાનો થયા હતા. પેકિંગ લો સ્કુલના પ્રોફેસર ઝાંગ ક્યાનફાનનું કહેવું છે કે લોકડાઉનનો મતલબ તે નથી કે લોકોને મરવા માટે છોડી દેવામાં આવે. ત્યાં દવાઓની કમી ન થવા દેવી જોઈએ. સરકારના 8000 મિડેકલ વર્કર હુબેઈમાં કામ કરી રહ્યાં છે.
મેડિકલ ટેસ્ટ સેન્ટર 24 કલાક ખુલ્લા રાખવામાં આવ્યા છે. હવે ધીરે-ધીરે લોકોમાં નિરાશા ઘર કરવા લાગી છે. ટેસ્ટ માટે સેમ્પલ આપવા તો આઠ કલાક લાઇનમાં લાગવું પડે છે. પરંતુ તોફાન જેવી સ્થિતિ નથી. એક વ્યક્તિએ નામ ન જણાવવાની શરત પર કહ્યું કે, ચીનમાં સિસ્ટમ વિરુદ્ધ લોકો જલદી બોલવા ઈચ્છતા નથી.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube