બેઇજિંગઃ China Covid Deaths: ચીનમાં કોરોનાથી હાહાકાર મચેલો છે. 8 ડિસેમ્બરથી લઈને 12 જાન્યુઆરી વચ્ચે એટલે કે 36 દિવસમાં 60 હજાર લોકોના કોરોના સંક્રમણને લીધે મોત થયા છે. આ પહેલીવાર છે જ્યારે ચીને મોતનો આંકડો જાહેર કર્યો છે. જીરો કોવિડ પોલિસીમાં ઢીલ આપ્યા બાદ ચીનમાં અચાનક કેસ વધ્યા છે. નેશનલ હેલ્થ કમીશનના મેડિકલ અફેયર્સ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર જિયાઓ યાહુઈએ કહ્યુ કે ચીનમાં કોવિડ ઇન્ફેક્શનને કારણે રેસ્પિરેટરી ફેલિયરને કારણે 5503 મોત થયા છે. આ સિવાય 54,435 લોકોના મોત કોવિડ સંક્રમણને કારણે થયા પરંતુ તે કેન્સર કે હાર્ટની બીમારીઓથી પીડિત હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ પ્રમાણે ચીન કોરોનાને કારણે થયેલા મોતોની ગણતરી કરી રહ્યાં છે, જે નિમોનિયા અને રેસ્પિરેટરી ફેલિયરને કારણે થયા છે. આ ફોર્મ્યુલા વિશ્વ આરોગ્ય સંસ્થાની રીતથી એકદમ અલગ છે. સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ પ્રમાણે ચીન કોરોનાને કારણે થયેલા મોતની ગણતરી કરી રહ્યું છે, જે નિમોનિયા અને રેસ્પિરેટરી ફેલિયરને કારણે થયું છે. આ ફોર્મ્યુલા WHO ની રીતથી અલગ છે. મરનારની એવરેજ ઉંમર 80.3 અને મૃત્યુ પામનારમાં 90 ટકાની ઉંમર 65 ટકા કે તેનાથી વધુ હતી. ચીનમાં કોરોનાને કારણે સ્થિતિ ખરાબ છે. 


આ પણ વાંચોઃ યુવતીએ પોતાના લગ્નમાં 5 EX બોયફ્રેન્ડને બોલાવી આપી ખાસ ટ્રીટમેન્ટ, તમારાથી સહન નહીં.


ચીન પર કોરોનાને કારણે થયેલા મોતને છુપાવવાના આરોપો લાગ્યા છે. એવા અહેવાલો પણ આવ્યા છે કે ચીનમાં હોસ્પિટલો અને અંતિમ સંસ્કાર ગૃહો મૃતદેહોથી ભરેલા છે. ઘણા દેશોએ ચીનથી આવતા પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. તેને બાકીના વિશ્વ સાથે વધુ ડેટા શેર કરવા માટે પણ કહ્યું. જો કે, ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે યુએસ પર પણ XBB.1.5 સબવેરિયન્ટના પ્રચલિતતા વિશેના ડેટાને સમયસર શેર કરવા માટે દબાણ કરવું જોઈએ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube