નવી દિલ્હી : ચીન અંગે સામે આવી રહેલા અહેવાલો જણાવે છે કે, તેઓ મહત્વપુર્ણ અને ખુબ જ ગુપ્ત પ્રકારની સંરક્ષણ ટેક્નોલોજીને પ્રાપ્ત કરવાનાં પ્રયત્નો કરી રહ્યા છે. તેઓ વિશ્વનાં વૈજ્ઞાનિકો, ખાસ રીતે પશ્ચિમી વૈજ્ઞાનિકો સાથે સંપર્ક સાધે છે. જે આ કામમાં તેની મદદ પણ કરી રહ્યા છે. તેઓ શિક્ષણવિદો અને સંશોધકોની ભરતી કરી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

21 જૂનના રોજ સર્જાશે સૂર્ય ગ્રહણ, જાણો શું છે સમય અને ક્યાં જોવા મળશે

વિશ્લેષકોના અનુસાર ચીનની સીપીસી પાર્ટી અમેરિકા અને તેના સહયોગી દેશોને પોતાના દુશ્મન તરીકે જુએ છે. ચીનને લાગે છે કે, દેશ જાણીબુઝીને ટેક્નીકનાં મુદ્દે અન્ય જરૂરી અને લેટેસ્ટ માહિતી અને ટેક્નીકો સુધી ચીનની પહોંચને રોકી રાખવા માંગે છે. 13 ડિસેમ્બર, 2016 ની પાર્ટીના એક દસ્તાવેજ અનુસાર ચીને અમેરિકી સાયન્સ અને ટેક્નોલોજી સાથે જોડાયેલી માહિતીની ચોરી કરવા માટે ખાસ પ્રોગ્રામ તૈયાર કર્યો અને તેના માટે ભરતી પણ કરવામાં આવી.


જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમના માતામાં જોવા મળ્યા કોરોનાના લક્ષણો, મેક્સ હોસ્પિટલમાં દાખલ 

જેમાં અમેરિકા મુળના લોકોને રાખવામાં આવ્યા છે. જે ટેક્નોલોજીની દુનિયામાં ખુબ જ દિગ્ગજ માનવામાં આવે છે અને જેની ગુપ્ત ટેક્નોલોજી સુધી પહોંચ હતી. આ દસ્તાવેજમાં એક ગુપ્ત કાર્યક્રમ તૈયાર કરવા માટે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇનાને ઓથોરાઇઝ કરવામાં આવ્યું કે, તેઓ એક સેન્ટ્રલ કમિટી બનાવી લે જેનું કામ ટેક્નોલોજી એકત્ર કરવાનું છે. તેનું નામ રાખવામાં આવ્યું યૂનાઇટેડ ફ્રંટ વર્ક ડિપાર્ટમેન્ટ. હાલમાં જ ચીન પર અમેરિકાએ આરોપ લગાવ્યો હતો કે, તે પોતાનાં સંશોધકોને ચીન મોકલીને તેની Aademia લેબ સુધી પહોંચ બનાવવા માટેનો પ્રયાસ કર્યો. સાથે જ તેઓ અમેરિકાનાં વૈજ્ઞાનિક વિશ્લેષણોને ચોરવા માટેરિક્રૂટમેન્ટ કાર્યપ્રણ ચલાવી રહ્યું છે. 


કોરોના: લક્ષણો વગરના દર્દીઓ પર WHOએ કર્યો મોટો ખુલાસો, જાણીને તમને મળશે ખુબ રાહત

આ વર્ષે જાન્યુઆરીમાં અમેરિકાએ હાવર્ડ યૂનિવર્સિટીનાં આવા જ એક ખ્યાતનામ શિક્ષાવિદની સામે સવાલ ઉઠાવ્યા હતા. તેમના પર આરોપ હતો કે, તે ચીની સરકારને અમેરિકાનાં ટ્રેડ સિક્રેટ વેચી રહ્યું છે. આરોપ લગાવવામાં આવ્યો હતો કે હાવર્ડ કેમિસ્ટ્રી એન્ડ કેમિકલ્સ બાયોલોજી ડિપાર્ટમેન્ટના ચેરમેન ચાર્લ્સ લીબરને 500 ડોલર પ્રતિમાહ ચુકવવામાં આવ્યા. ચીને તેનો કુલ સરવાળો 1.5 મિલિયન ડોલર મેળવી શકે જેથી તે વુહાન યૂનિવર્સિટી ઓફ ટેક્નોલોજીમાં લેબ સ્થાપિત કરી શકે છે. એવા કેટલાક બીજા કિસ્સાઓ પણ અમેરિકામાં સામે આવ્યા છે. ફેરફેક્સ મીડિયા અનુસાર ઓસ્ટ્રેલિયાના એક સીનિયર સાયન્ટીસ્ટે પણ ચીનની મિસાઇલ નિર્માણમાં આ પ્રકારે સહયોગ આપ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube