ચીનની સરકાર લાવી `ક્લોઝ કોન્ટેક્ટ` એપ, કોરોનાથી બચવામાં કરશે મદદ
ચીન બાદ વિશ્વભરમાં ફેલાઇ રહેલા કોરોના વાયરસના ખતરાની અસર ટેક્નોલોજી ઉદ્યોગ પર પણ પડી રહી છે. આ વાયરસને કારણે બાર્સિલોનામાં યોજાનારી વિશ્વની સૌથી મોટી ટેક ઇવેન્ટ MWC 2020ને પણ રદ્દ કરવી પડી છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસનો સામનો કરવા માટે ચીનની સરકારે એક એપ લોન્ચ કરી છે. જેના ઉપયોગથી લોકો કોરોના વાયરસના સંપર્કમાં આવવાથી બચી શકે છે. તેને 'ક્લોઝ કોન્ટેક્ટ' એપ નામ આપવામાં આવ્યું છે. આ એપ લોકોને ક્લોઝ કોન્ટેક્ટને કારણે કોરોના વાયરસ સંબંધિત એલર્ટ મોકલે છે. જેથી લોકોને વાયરસથી બચાવી શકાય. ચીનમાં આ દિવસોમાં કોરોના વાયરસને કારણે સ્થિતિ ખુબ ગંભીર છે અને અત્યાર સુધી વાયરસથી હજારો લોકોના મોત થઈ ચુક્યા છે.
ચીનની સરકારે બનાવી એપ
આ એપ નેશનલ હેલ્થ કમીશન ઓફ ચાઇના અને ચાઇના ઇલેક્ટ્રોનિક્સ ગ્રુપ કોર્પોરેશને બનાવી છે. નેશનલ હેલ્થ કમીશન ઓફ ચાઇનાએ પોતાના એક રિપોર્ટમાં જણાવ્યું કે, આ એપના માધ્યમથી લોકો અલીપે, વીચેટ અને QQ જેવી મોબાઇલ એપ્સ પર QR કોડ પણ સ્કેન કરી શકે છે. પોતાના નામ અને આઇડી નંબરથી યૂઝર તે માહિતી મેળવી શકે છે કે તે કોઈ જાહેર જગ્યા જેમ કે ઓફિસ, ક્લાસરૂ, ટ્રેન કે ફ્લાઇટ પર કોઈ ચેપી વ્યક્તિના સંપર્કમાં તો આવ્યો નથી.
Corona Virus પર અત્યંત મહત્વનો ખુલાસો, આખી દુનિયા આ જાણીને રાહતના શ્વાસ લેશે
વાયરસના ડરથી રદ્દ થયો MWC 2020
ચીન બાદ વિશ્વભરમાં ફેલાઇ રહેલા કોરોના વાયરસના ખતરાની અસર ટેક્નોલોજી ઉદ્યોગ પર પણ પડી રહી છે. આ વાયરસને કારણે બાર્સિલોનામાં યોજાનારી વિશ્વની સૌથી મોટી ટેક ઇવેન્ટ MWC 2020ને પણ રદ્દ કરવી પડી છે. MWC 2020 (મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ) ઇવેન્ટ 24 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી વચ્ચે આયોજીત થવાની હતી. હકીકતમાં, કોરોના વાયરસના ખતરાથી આ ઇવેન્ટમાં એક બાદ એક ઘણી દિગ્ગજ કંપનીઓએ આવવાની ના પાડી દીધી, ત્યારબાદ GSM એસોસિએશને આ વર્ષે ઇવેન્ટને રદ્દ કરવાનો નિર્ણય લીધો છે.
વાયરસને કારણે મોંઘા થઈ શકે છે સ્માર્ટફોન
ઇન્ડસ્ટ્રીઝના નિષ્ણાંતોનું માનવું છે કે આવનારા સમયમાં ચીનથી સપ્લાઈ સંપૂર્ણ પણે બંધ થઈ શકે છે. સ્માર્ટફોનના કમ્પોનેન્ટ્સ એટલે કે ફોન સાથે જોડાયેલા ઉપકરણોની સપ્લાઈ હાલના સમયમાં ધીમી છે જે આવનારા કેટલાક સમયમાં થોડા સમય માટે રોકાઇ પણ શકે છે. જેથી ફોનના કમ્પોનેન્ટ્સની કિંમત વધે છે તો તેની સીધી અસર ફોનની કિંમત પર પણ પડશે. જેથી ભારતમાં સ્માર્ટફોનની કિંમતમાં વધારો થઈ શકે છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube