ઝી બ્યૂરો, અમદાવાદઃ ચીનની રાજધાની બીજિંગમાં છેલ્લા 10 વર્ષમાં સૌથી ખતરનાક સેન્ડસ્ટોર્મ(ધુળનું તોફાન) આવ્યું છે. આ સેન્ડસ્ટોર્મને કારણે સમગ્ર બીજિંગ શહેર પીળા રંગની રોશનીમાં ઢંકાઈ ગયું. અનેક વિસ્તારોમાં ધોળાદિવસે સ્ટ્રીટ લાઈટ્સ તેમજ વાહનચાલકોએ પોતાના વાહનની લાઈટ્સ ચાલુ રાખી હતી. તમામ લોકોએ માસ્ક પહેર્યા હતા. કેટલાક લોકો તો ફુલ ફેસ માસ્ક સાથે જોવા મળ્યા હતા. સેન્ડસ્ટોર્મ એટલું ભયાનક હતું કે એર ક્વોલિટી ઈન્ડેક્સનો આંકડો 1000ને પાર થઈ ગયો હતો. ડોક્ટરો અને વૈજ્ઞાનિકોએ આ આંકડાને સૌથી ઘાતક ગણાવ્યો હતો. આ ધુળનું તોફાન મંગોલિયાના પહાડી વિસ્તારોમાંથી ચીનમાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


The Big Bull teaser out: 'ધ બિગ બુલ' નું ટીઝર થયું રિલીઝ, 'મધર ઓફ ઓલ સ્કેમ્સ'

બીજિંગ જે વિસ્તારોથી ઘેરાયેલું છે ત્યાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી પ્રદુષણનું સ્તર બહું વધ્યું છે. બીજિંગમાં 5 માર્ચના જ્યારે સંસદીય કાર્યવાહી શરૂ કરી, તે દિવસે પણ સ્મોગનું પ્રમાણમાં વધુ હતું. આ સ્મોગનું પ્રમાણ વધતા શહેરમાં વિઝિબિલિટીનું સ્તર ઘટીને 1 કિલોમીટર રહી ગયું. જેને કારણે કારો અને અન્ય વાહનોને દિવસે પણ હેડલાઈટ્સ ચાલુ રાખવી પડી હતી. આ સિવાય બીજિંગ અને આસપાસના શહેરોમાં 400થી વધુ ફ્લાઈટ્સ રદ્દ કરવામાં આવી હતી.


Viral Video: અહીં કેન્સરના દર્દીઓની સારવાર કરે છે ઘોડો, આ અનોખા ડોક્ટરે સોશિયલ મીડિયામાં મચાવી ધૂમ


ચીનની મીડિયા મુજબ આ સેન્ડસ્ટોર્મને કારણે 341 લોકો ગુમ થયા છે. ચીનના નિંગશિયા નામના શહેરમાં લોકોએ જણાવ્યું કે તેઓ રાત્રીના ઉંઘી શક્યા ન હતા. લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી હતી. ચીનમાં મોટા પ્રમાણમાં વૃક્ષ છેદનની કામગીરી કરવામાં આવી રહી છે. જો કે બીજી તરફ સરકારે દાવો કર્યો છે કે તેઓ જંગલોને બચાવવા અનેક કામો કરી રહ્યાં છે. જો કે તેમ છતાં દર વર્ષે વૃક્ષ છેદનને કારણે પ્રદુષણના પ્રમાણમાં ભારે વધારો થતો હોય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube