China vs US: ચીને અમેરિકાને સલાહ આપી, કમ્યુનિસ્ટ પાર્ટીને બદનામ ન કરો
ચીને અમેરિકાને કહ્યું કે, તે કમ્યુનિસ્ટ પાર્ટીને બદનામ ન કરે. ડ્રેગને અમેરિકાને તે પણ કહ્યુ કે, તે તાઇવાન અને હોંગકોંગના કથિત અલગાવવાદીઓનું સમર્થન ન કરે.
પેઇચિંગઃ ચીને સોમવારે અમેરિકાને સત્તામાં રહેલી ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી (Communist Party) અને તેની એક પક્ષીય રાજકીય સિસ્ટમને બદનામ ન કરવા અને તાઇવાન, તિબેટ, હોંગકોંગ તથા શિનજિયાંગમાં 'અલગાવવાદી તાકાતો'નું સમર્થન ન કરવાની અપીલ કરી છે. ચીન-અમેરિકા (china-usa) સંબંધના વિષય પર આયોજીત વાર્ષિક લેન્ટિંગ ફોરમમાં વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યુ કે, બાઇડેન પ્રશાસને પોતાના પૂર્વવર્તી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તે કઠોર નીતિઓ પર વિચાર કરવો જોઈએ જેને તેમણે ચીનના વધતા પ્રભાવ પર લગામ લવાવવા માટે ઉઠાવ્યા હતા.
વાંગે કહ્યુ, અમારો ઇરાદો અમેરિકાને પડકાર આપવા કે તેને હટાવવાનો નથી. અમે શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વ માટે તૈયાર છીએ અને અમેરિકાની સાથે સંયુક્ત વિકાસ ઈચ્છીએ છીએ. તેમણે કહ્યુ, આ રીતે અમે આશા કરીએ કે અમેરિકા ચીનના પાયાના હિતો, રાષ્ટ્રીય પ્રતિષ્ઠા અને વિકાસના અધિકારનું સન્માન કરશે. અમે અમેરિકાથી સીપીસી અને ચીનની રાજનીતિક સિસ્ટમને બદનામ ન કરવા, તેના વિરુદ્ધ ખોટા શબ્દોના ઉપયોગ કરવાથી બચવાની વિનંતી કરીએ છીએ.
આ પણ વાંચોઃ બ્રહ્માંડની સફર કરવા માંગતા લોકો માટે મોટી તક, આ લોકોને મળશે પહેલો મોકો
વિદેશ મંત્રીએ કહ્યું, સાથે અમે ઈચ્છીએ છીએ કે અમેરિકા તાઇવાનની આઝાદીની માંગ કરનાર અલગાવવાદી તાકાતોનું સમર્થન ન કરે તથા હોંગકોંગ, શિનજિયાંગ તથા તિબેટથી સંબંધિત ચીનના આંતરિક મામલામાં તેની સંપ્રભુતા તથા સુરક્ષાને ઓછી કરવાનું બંધ કરો. તેમણે કહ્યું, અમે આશા કરીએ કે અમેરિકા જલદી પોતાની નીતિ વ્યવસ્થિત કરશે. તે ચીની માલ પર લગાવેલા કર, ચીની કંપનીઓ, રિસર્ચ અને શૈક્ષણિક સંસ્થાઓ પર લગાવવામાં આવેલ એકતરફી પ્રતિબંધને હટાવશે અને ચીન પર કારણ વગર દબાવ બનાવવાનું બંધ કરશે.
બાઇડેને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે બે કલાકથી વધુ સમય વાતચીત કરી અને ચીન તથા અમેરિકાના સંબંધ વર્તમાનમાં બરોબર ચાલી રહ્યા નથી. બન્ને દેશો વચ્ચે કોરોના વાયરસ મહામારીના ઉદ્ભવ, દક્ષિણ ચીન સાહરમાં વધતી સૈન્ય ગતિવિધિ અને માનવાધિકાર સહિત ઘણા મુદ્દાને લઈને ટકરાવ ચાલી રહ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડેને 11 ફેબ્રુઆરીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે બે કલાકથી વધુ સમય વાત કરી હતી અને કહ્યુ હતુ કે ચીનના માનવાધિકાર ઉલ્લંઘનનું પરિણામ યોગ્ય હશે નહીં. વિદેશ મંત્રીએ કહ્યુ કે, સંવેદનશીલ મુદ્દાના પ્રભાવી સમાધાન માટે તેણે દરેક ક્ષેત્રમાં વ્યાપક વાતચીત કરવી જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube