બીજિંગ : દક્ષિણ ચીન સાગરનો મુદ્દો એકવાર ફરીથી વિવાદમાં આવ્યો છે. ચીને આરોપ લગાવ્યો કે અમેરિકા ચીનની જળ સીમામાં ઘુસી આવી રહ્યું છે. શનિવારે ચીને ચેતવણી આપી કે એવું જ ચાલશે તે તે સંપુર્ણ દ્રઢતા સાતે પોતાની સંપ્રભુતાનું સંરક્ષણ કરશે અને તેનાં માટે જરૂરી તમામ પગલા ઉઠાવશે. હાલમાં જ વિવાદિત દક્ષિણ ચીન સાગર વિસ્તારમાં અમેરિકાનું એક મિસાઇલ ડિસ્ટ્રોયર ચીનનાં દાવા વાળા વિસ્તારની ખુબ જ નજીકથી પસાર થયું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીન તે અંગે ભડકી ગયું છે જ્યારે અમેરિકા તેનાં દ્વારા નૌવહનની સ્વતંત્રતા અંગે જણાવે છે. ચીની વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા લુ કાંગે કહ્યું કે, અમેરિકા યુદ્ધ જહાજ USS Hoppe 17 ચીનની પરવાનગી વગર જ Huangyan Daoથી 12 નોટિકલ માઇલ નજીકથી પસાર થયું. Huangyan Daoને સ્કાર્બરો શોલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ચીન સાગમરાં ફિલિપીન્સથી આશરે 230 કિલોમીટરનાં અંતર પર રિંગ ઓફ રીફ્સ મળી આવે છે, જેનાં પર બીજિંગ સહિત ઘણા અન્ય દેશો પણ પોતાનો દાવો કરે છે.


ચીની વિદેશ મંત્રાલયનાં પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું કે, અમેરિકી નૌસેનાનું જહાજ USS Hopper ચીની સરકારની પરવાનગી વગર જ અમારા વિસ્તારની નજીકથી પસાર થયું. તેમણે કહ્યું કે, કાનુની પ્રક્રિયા હેઠળ ચીની નૌસેનાએ શિપની ઓળક કરી અને અમેરિકન યુદ્ધ જહાજને બહાર જવા માટે કહ્યું. અમેરિકી જહાજે ચીની સંપ્રભુતા અને સુરક્ષાનાં હિતોનું ઉલ્લંઘન કર્યું છે, ચીની જહાજો અને વિસ્તારમાં રહેલા કર્મચારીઓની સુરક્ષા મુદ્દે ગંભીર ખતરો પેદા થઇ ચુક્યો હતો. આ સાથે જ અમેરિકી શિપે આંતરરાષ્ટ્રીય સંબંધોનાં સામાન્ય નિયમોનું પણ ઉલ્લંઘન કર્યું છે.


લુ એ કહ્યું કે ચીન અમેરિકાનાં આ પગલાને કારણે ખુબ જ નિરાશ છે. તે પોતાની સંપ્રભુતાનાં સંરક્ષણ માટે જરૂરી પગલા ઉઠાવશે. ઉલ્લેખનીય છેકે, હાલમાં જ  અમેરિકી પ્રશાંત કમાનનાં કમાન્ડર એડમિરલ હૈરી હેરિસે નવી દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન દક્ષિણ ચીન સાગર વિવાદનો ઉકેલ કરતા હિંદ પ્રશાંત ક્ષેત્રમાં ચીનને વિધ્વંસકારી શક્તિ ગણાવી હતી.