નવી દિલ્હી: ચીની સેનાનું સૌથી સિક્રેટ યુનિટ '61398' સાયબર જાસૂસી માટે જાણીતું છે. સિક્રેટ યુનિટે ભારત વિરુદ્ધ તેની પ્રવૃત્તિઓ તીવ્ર બનાવી દીધી છે. સુરક્ષા એજન્સીઓના અહેવાલ મુજબ છેલ્લા કેટલાક મહિનાઓમાં આવા ઘણા કિસ્સા બન્યા છે. જેમાં ચીન સાયબર જાસૂસી દ્વારા દેશની સંવેદનશીલ માહિતી એકત્રીત કરવામાં વ્યસ્ત છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- અદભૂત! અંતરિક્ષમાં જોવા મળ્યું સુંદર પતંગિયું, જાણો શું છે તેની પાછળનું રહસ્ય


સેન્ટ્રલ સિક્યુરિટીમાં તૈનાત એક અધિકારીએ ZEE MEDIAને જણાવ્યું કે, પીએલએ યુનિટ '6139'નું મુખ્ય મથક ચીનના શાંઘાઈના પુડોંગ જિલ્લા (Pudong Distt)માં છે. તેની પ્રવૃત્તિઓમાં તેજી જોવા મળી રહી છે. યુનિટ '6139' દ્વારા, ચીન ઘણા સમયથી વિશ્વભરમાં સાયબર, સ્પેસ અને ભૌગોલિક સ્થાનની માહિતી એકત્રિત કરવામાં રોકાયેલું છે. ભારત સામે, આ એકમ ખૂબ જ સક્રિય જોવા મળે છે, જેના પર આપણે સાવચેત રહેવાની જરૂર છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube