ગાલવાનમાં માર્યા ગયેલા ચીની સૈનિકોના સ્મારક સાથે ફોટો પડાવવો પડ્યો મોંઘો, બ્લોગરને 7 મહિનાની સજા
Chinese Travel Blogger Jailed: ચીનની એક કોર્ટે દેશના જાણીતા ટ્રાવેલ બ્લોગરને આકરી સજા ફટકારી છે. આરોપી સેલિબ્રિટી પર તે ચીની સૈનિકોના સન્માનને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગ્યો છે, જે ગલવાન ઘાટીમાં મોતને ભેટ્યા હતા.
નવી દિલ્હીઃ ચીનમાં લાંબા સમયથી તાનાશાહી ચાલી રહી છે. નવી ઘટનામાં બેઇજિંગ સરકારની નારાજગી બાદ એક જાણીતા ટ્રાવેલ બ્લોગર (Travel Blogger) ને 8 મહિનાની કેદની સજા ફટકારવામાં આવી છે. આ બ્લોગર વિરુદ્ધ આરોપ છે કે તેણે ગલવાન ઘાટીમાં (Galwan Vally) શહીદ જવાનોની સમાધિ પર તસવીરો ખેંચાવી હતી. જેનાથી ઘાટીમાં મોતને ભેટેલા ચીની સૈનિકોનું અપમાન થયું છે.
પિશાન કાઉન્ટે કોર્ટે ફટકારી સજા
તમને જણાવી દઈએ કે ગલવાનની આ ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. શરૂઆતમાં ચીને તેને થયેલા નુકસાનનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ તેણે સ્વીકાર કર્યો કે, અમારા સૈનિકોના પણ મોત થયા છે. પછી મોતને ભેટેલા સૈનિકોની યાદમાં સમાધિ બનાવી હતી.
ગ્લોબલ ટાઇમ્સમાં પ્રકાશિત ખબર પ્રમાણે કોર્ટે આ આદેશ આપ્યો કે દોષીએ 10 દિવસની અંદર જાહેરમાં માફી માંગવી પડશે.
આ પણ વાંચોઃ 300 વર્ષ જુની ખુરશી લઈ ચુકી છે 63 લોકોનો ભોગ! જાણો મોતની ખુરશીની કંપાવી દે તેવી કહાની
આ બ્લોગર દ્વારા ચીનના શહીદ જવાનો માટે બનેલી સમાધિ પાસે તસવીરો ખેંચાવાની પુષ્ટિ થયા બાદ તંત્રએ તેની વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો હતો. ત્યારબાદ ઉત્તર પશ્ચિમી ચીનના ઝિંગિયાંગ ઉઇગર ક્ષેત્રના પિશાન કાઉન્ટીની સ્થાનિક કોર્ટે આ સજા ફટકારી છે.
સમાધિ તરફ કર્યો હતો ઇશારો
બ્લોગરનું નામ લીગ કિજિઆન ( Li Qixian) છે. જે Xiaoxian Jayson નામથી સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. તે 15 જુલાઈએ આ સમાધિ સ્થળ પર ગયો હતો. આ સમાધિ સ્થળ કારાકોરમ પર્વતીય ક્ષેત્રમાં સ્થિત છે. આરોપ લગાવવામાં આવ્યો છે કે તે પથ્થર પર ચઢી ગયો, જેના પર સમાધિ સ્થળનું નામ લખેલું છે. તેના પર આરોપ છે કે માર્યા ગયેલા જવાનોની સમાધિ પાસે ઉભીને તે હસી રહ્યો હતો, સાથે તેણે સમાધિ તરફ હાથથી પિસ્તોલ બનાવીને ઇશારો પણ કર્યો હતો.
લોકોએ તસવીરો પર વ્યક્ત કરી હતી નારાજગી
તસવીરો પોસ્ટ કર્યા બાદ લોકોએ તેના પર વિરોધ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ લીએ તસવીરો ડિલીટ કરી દીધી હતી. પછી સ્થાનીક પોલીસે 22 જુલાઈએ તપાસ શરૂ કરી હતી. તંત્રએ લી વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube