દક્ષિણ ચીન સાગરમાં ઘૂસ્યા બે અમેરિકન યુદ્ધ જહાજ, ચીને કરી આ કાર્યવાહી
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ચુનયિંગે આ મુદ્દે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે સાઉથ ચાઇના બોર્ડરમાં બે અમેરિકન યુદ્ધ જ્હાજ પ્રવેશ કરી ગયા હતા.
બેઇજિંગ: દક્ષિણ ચીન સાગરમાં અમેરિકા અને ચીનની વચ્ચે સંઘર્ષ બંધ થવાનું નામ નથી લઇ રહ્યું. ત્યારે સોમવારે ફરી એકવાર દક્ષિણ ચીન સાગરમાં બે અમેરિકન યુદ્ધ જહાજે પ્રવેશ કર્યો હતો. જેની જાણકારી મળતા ચીન નૌસેનાએ તેમણે રોક્યા હતા. ત્યારબાદ અમેરિકન જહાજ પર શોધ અભિયાન શરૂ કરવામાં આવ્યું અને તેમને ચેતવણી આપવામાં આવી કે ફરીવાર આ ક્ષેત્રમાં આવતા નહીં. ત્યારબાદ અમેરિકન જહાજને પરત ફરવા દેવામાં આવ્યા. ત્યારપછી ચીન તરફથી અમેરિકાને એક મજબૂત પ્રતિભાવ આપવામાં આવ્યો હતો.
વધુમાં વાંચો: અબૂ ધાબીમાં બનશે પ્રથમ હિન્દુ મંદિર, એપ્રિલમાં નખાશે પાયો, આ છે મંદિરની ખાસિયતો
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ચુનયિંગે આ મુદ્દે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે સાઉથ ચાઇના સીમાં બે અમેરિકન યુદ્ધ જહાજ પ્રવેશ કરી ગયા હતા. ત્યારબાદ ચીન પક્ષ તરફથી તાત્કાલીક એક્શન લેતા આ જહાજોને રોકવામાં આવ્યા હતા અને તેમની જાણકારી મેળવવામાં આવી હતી. જ્યારે આ ચકાસણી થઇ ગઇ કે આ બંને જહાજ અમેરિકન છે, તો તેમને ચેતવણી આપવામાં આવી કે ફરીવાર આ દરિયાઇ ક્ષેત્રમાં નહતો ઘૂસવા અને નહતો જવા દવેમાં આવશે.
એક વીંટીએ બદલી મહિલાની કિસ્મત, 30 વર્ષ પહેલા ખરીદી હતી 850 રૂપિયામાં
તેમણે કહ્યું કે, અમેરિકાએ ચીનની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કર્યું છે. જેનાથી ચીનથી સંબંધિત દરિયાઇ શાંતિ અને સુરક્ષા વ્યવસ્થાનો ભંગ થયો છે. હુઆએ કહ્યું કે, ચીન દ્વારા પોતાને સુરક્ષિત કરવા માટે જરૂરી પગલા લેવામાં આવી રહ્યાં છે. સાથે તેમની તરફથી કહેવામાં આવ્યું કે, અમેરિકા ઉશ્કેરણી કરવાનું બંધ કરી દે.
જળવાયુ પરિવર્તનને કારણે હિમાલયનો મોટો હિસ્સો પીગળી શકે છેઃ અભ્યાસ
પીપલ્સ લિબરેશન આર્મી સાઉથ થિયેટર કમાન્ડના પ્રવક્તા સિનિયર કર્નલ લી હ્યુમિને કહ્યું કે બે માર્ગદર્શિત મિસાઇલ વિનાશક, યુએસએસ સ્પ્રુન્સ અને યુએસએસ પ્રાયબલે ચીનની સરકારથી પરવાનગી વગર નાંશા દ્વિપ સમૂહની આસપાસ ચીનના ક્ષેત્રીય સમુદ્રમાં પ્રવેશ કર્યો હતો. તેમણે કહ્યું કે અમે અમારા દરિયા ક્ષેત્રને સુરક્ષિત રાખવા માટે બધા પગલાં લેવામાં આવે છે.