ઈસ્લામાબાદ: નકલી લગ્ન કરીને પાકિસ્તાની યુવતીઓને ચીનમાં તસ્કરી કરીને લાવવાના અહેવાલો વચ્ચે અહીંના ચીની દૂતાવાસે 90 પાકિસ્તાની દુલ્હનોના વિઝા પર રોક લગાવી છે. પાકિસ્તાનમાં ચીનના 'ડિપ્યુટી ચીફ ઓફ મિશન' લિઝિયાન ઝાઓએ મંગળવારે જણાવ્યું કે આ વર્ષે ચીની નાગરિકોની 140 અરજી મળી જે પોતાની પાકિસ્તાની દુલ્હનો માટે વિઝા ઈચ્છે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'એક્સપ્રેસ ટ્રિબ્યુન'એ ઝાઓના હવાલે જણાવ્યું કે વિઝાની 50 અરજીઓ મંજૂર કરાઈ જ્યારે બાકીની અરજીઓ સ્વીકારવામાં આવી નથી. દૂતાવાસને 2018માં આવી 142 અરજીઓ મળી હતી. પાકિસ્તાન સરકારે હાલમાં જ એફઆઈએને આદેશ આપ્યા છે કે તેઓ લગ્નના નામે પાકિસ્તાની છોકરીઓની ચીનમાં થઈ રહેલી દાણચોરીમાં સામેલ ગેંગ વિરુદ્ધ કાર્યવાહી કરે. 


સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ લગ્ન કરાવનારા ગેરકાયદેસર કેન્દ્ર ખ્રિસ્તી સમુદાયની ગરીબ યુવતીઓને પાકિસ્તાનમાં કાર્યરત કે ત્યાં પ્રવાસ પર જનારા ચીની પુરુષો સાથે વિવાહ કરાવીને ધન તથા 'સારા જીવન'ની લાલચ આપે છે. 


આ કેન્દ્રો ચીની પુરુષોના નકલી દસ્તાવેજોમાં તેમને ખ્રિસ્તિ કે મુસલમાન દર્શાવે છે. મોટાભાગની યુવતીઓ કથિત રીતે માનવ તસ્કરીનો ભોગ બની છે અથવા તો દેહ વ્યાપારમાં ધકેલાઈ ગઈ છે. 


જુઓ LIVE TV


વિદેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...