China Taiwan Crisis: તાઈવાન મુદ્દે અચાનક નરમ કેમ પડ્યું ચીન? આ નિર્ણય લઈને બધાને ચોંકાવી દીધા
ચીન અને તાઈવાન વચ્ચે છેલ્લા 4 દિવસથી યુદ્ધનું જે જોખમ તોળાઈ રહેલું છે તે મુદ્દે રાહતના સમાચાર છે. રિપોર્ટ્સ મુજબ ડ્રેગન તરફથી તાઈવાન બોર્ડરપર થઈ રહેલો યુદ્ધ અભ્યાસ આજે બંધ થઈ શકે છે. કહેવાય છે કે ચીન જલદી યુદ્ધાભ્યાસ રોકવાની જાહેરાત કરી શકે છે. એવા અહેવાલ છે કે ચીને બોર્ડર વિસ્તાર પર લગાવેલા નો ગો નોટિસના પાટિયા હટાવી લીધા છે. એવામાં એવી આશા વ્યક્ત કરાઈ રહી છે કે જલદી એ દિશામાંથી સારા સમાચાર મળી શકે છે.
China Taiwan Conflict: ચીન અને તાઈવાન વચ્ચે છેલ્લા 4 દિવસથી યુદ્ધનું જે જોખમ તોળાઈ રહેલું છે તે મુદ્દે રાહતના સમાચાર છે. રિપોર્ટ્સ મુજબ ડ્રેગન તરફથી તાઈવાન બોર્ડરપર થઈ રહેલો યુદ્ધ અભ્યાસ આજે બંધ થઈ શકે છે. કહેવાય છે કે ચીન જલદી યુદ્ધાભ્યાસ રોકવાની જાહેરાત કરી શકે છે. એવા અહેવાલ છે કે ચીને બોર્ડર વિસ્તાર પર લગાવેલા નો ગો નોટિસના પાટિયા હટાવી લીધા છે. એવામાં એવી આશા વ્યક્ત કરાઈ રહી છે કે જલદી એ દિશામાંથી સારા સમાચાર મળી શકે છે.
ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે
ધ ગાર્જિયનના રિપોર્ટ મુજબ ચીન તાઈવાન બોર્ડર પર ચાલી રહેલા પોતાના સૈન્ય અભ્યાસોને રવિવારે બંધ કરવાની જાહેરાત કરવાનું હતું પરંતુ કોઈ કારણસર બની શક્યું નહીં. હવે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કે ગમે તે પળે આ મામલે જાહેરાત થઈ શકે છે. જો કે ચીને કોરિયન મહાદ્વીપ વચ્ચે યલ્લો સીમાં 15 ઓગ્ટ સુધી એક નવો સૈન્ય અભ્યાસ શરૂ કરવાની જાહેરાત કરી છે. પરંતુ વાત તાઈવાનની કરીએ તો અહીંની સરહદ પર લાગેલા નો ગો નોટિસને હટાવી લેવાઈ છે.
અમેરિકાની ચીનને ચેતવણી
બીજી બાજુ તણાવના માહોલ વચ્ચે અમેરિકાએ ચીનને ચેતવ્યું. તેણે ચીનના સૈન્ય અભ્યાસને ભડકાઉ અને બિનજવાબદાર ગણાવતા કહ્યું કે ચીન સૈન્ય અભ્યાસથી તાઈવાનની યથાસ્થિતિ બદલવાની કોશિશ કરી રહ્યું છે. આ અગાઉ અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકને પણ ચીન પર બિનજવાબદાર પગલું ભરવાનો આરોપ લગાવતા અનેક પ્રહાર કર્યા હતા. અત્રે જણાવવાનું કે બંને દેશ વચ્ચે તણાવ નેન્સી પેલોસીના તાઈવાન પ્રવાસ બાદ ખુબ વધ્યો છે. ચીને તો અમેરિકાને આકરા પરિણામ ભોગવાની ધમકી સુદ્ધા આપી દીધી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube