Chinese Drill In South China Sea: દક્ષિણ ચીન સાગરમાં એકવાર ફરીથી ટેન્શન વધી ગયું છે. તાઈવાને દાવો કર્યો છે કે ચીનના ફાઈટર વિમાનો તેની સરહદની અંદર ઘૂસી ગયા છે. 25 ફાઈટર વિમાનો ઘૂસ્યા હોવાનો દાવો તાઈવાને કર્યો છે. તાઈવાને ચીની વિમાનોની ઘૂસણખોરી અંગે જાણકારી આપી છે. આ ચીની ડ્રિલથી તાઈવાનની મુશ્કેલી વધી છે. તાઈવાન વિરુદ્ધ ચીને પ્લાન બી પર કામ શરૂ કરી દીધુ છે. ચીનના 25 ફાઈટર વિમાનોએ તાઈવાનના એરોસ્પેસમાં ઘૂસણખોરી કરી હોવાનો દાવો છે. આ દાવો તાઈવાને કર્યો છે. હવાઈ ઘેરાબંધીથી તાઈવાનમાં તણાવ ચરમસીમાએ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ વખતે ચીન ફૂલપ્રૂફ તૈયારી સાથે મેદાનમાં ઉતર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાઈવાનમાં ઘૂસ્યા ચીની ફાઈટર વિમાનો
અત્રે જણાવવાનું કે દક્ષિણ ચીન સાગરમાં ચીન અને તાઈવાનમાં હાલત ગંભીર છે. ચીન સતત તાઈવાન પર હુમલાની ધમકી આપી રહ્યું છે. તો ક્યારેક તાઈવાનને ઉક્સાવવા માટે ભાત  ભાતની સૈન્ય કાર્યવાહી પણ કરી રહ્યું છે. આ બધા વચ્ચે તાઈવાને મોટો દાવો કર્યો છે. તાઈવાનના જણાવ્યાં મુજબ ચીનના 25 ફાઈટર વિમાનોએ તેની સીમામાં ઘૂસણખોરી કરી છે. હવે જાણીએ કે આખરે એવું તે શું થયું કે જેના કારણે ચીન તાઈવાન પર ભડકી ગયું. 


કેમ કાળઝાળ થયું ચીન?
હકીકતમાં ચીનના ગુસ્સાનું કારણ છે તાઈવાનના ઉપરાષ્ટ્રપતિ વિલિયમ લાઈનો અમેરિકા પ્રવાસ, વિલિયમ લાઈ આગામી વર્ષે જાન્યુઆરીમાં થનારી ચૂંટણીમાં તાઈવાનના આગામી રાષ્ટ્રપતિ બનાવા માટે પ્રબળ દાવેદાર છે અને પોતાના અમેરિકી પ્રવાસ દરમિયાન તેમણે ચીનને ખુબ ખરીખોટી સંભળાવી હતી. વિલિયમ લાઈના અમેરિકા પ્રવાસ અને તેમના ભાષણને લઈને ચીન એટલું કાળઝાળ થઈ ગયું છે કે તાઈવાનને તેનો અંજામ ભોગવવાની પણ ધમકી આપી દીધી છે અને તાઈવાન સીમા પર જમીન આકાશ અને સમુદ્રમાં યુદ્ધ અભ્યાસ શરૂ કરી દીધો છે. 


તાઈવાન પણ કરી રહ્યું છે તૈયારી
નોંધનીય છે કે તાઈવાન ચીનની ઉશ્કેરણીમાં ન સપડાઈને પોતાના મિશનમાં લાગ્યું છે. એ મિશન જે ચીન માટે મોટું જોખમ છે. હકીકતમાં તાઈવાન એક એવું હથિયાર તૈયાર કરી રહ્યું છે જે ચીનની દરેક ચાલ પર નજર રાખવાની સાથે સાથે જરૂર પડ્યે ઘાતક હુમલો પણ કરી શકે છે અને ચીનને જમીનથી લઈને આકાશ સુધી પાઠ ભણાવી શકે છે. 


તાઈવાન પાસે છે આ ઘાતક હથિયાર
આ ઘાતક હથિયાર તાઈવાન પોર્ટેબલ ડ્રોન અલ્બાટ્રોસ II છે જેને ચીનની સાથે વધતા તણાવ વચ્ચે તાઈવાને હાલમાં જ દુનિયા સામે રજૂ કર્યું હતું. આ એ હથિયાર છે જેને તાઈવાન છેલ્લા કેટલાક વર્ષોથી તૈયાર કરવામાં લાગ્યું છે. આ માનવરહિત પોર્ટેબલ ડ્રોન યુક્રેન દ્વારા રશિયા વિરુદ્ધ ઉપયોગમાં લેવાયેલું અમેરિકી ડ્રોન જેવું છે. 


તાઈવાન આ ડ્રોનની મદદથી કેવી રીતે કરી શકે છે એટેક
હકીકતમાં તાઈવાનની ખાડી ખુબ જ સાંકડી છે અને તાઈવાન સુધી આવવા માટે ચીને આ સાંકડી ખાડીને પસાર કરવી પડે તેમ છે. કાંઠાઓ પર અને ખાડી વચ્ચે ભારે પ્રમાણમાં યુદ્ધજહાજો ભેગા થઈ જશે. આટલી મોટી સંખ્યામાં જંગી જહાજ ચાલશે તો સ્વાભાવિક રીતે તેમની ઝડપ ઓછી થશે અને તાઈવાનનું આ ડ્રોન સરળતાથી ચીનના આ જંગી જહાજો અને હથિયારોને નિશાન બનાવી શકે છે. 


ચીનની પૂરી નેવી અને વાયુસેના પણ પોતાના ફ્લીટને બચાવવા માટે મુશ્કેલીમાં મુકાઈ જશે કારણ કે તે કલાકો સુધી ખુલ્લા પાણીમાં રહેશે અને તાઈવાનનું પોર્ટેબલ ડ્રોન અલ્બાટ્રોસ II સરળતાથી તેમને  ટાર્ગેટ કરી શકે તેમ છે. તાઈવાનનું આ ડ્રોન પોતાની ભૌગોલિક સ્થિતિનો પણ ફાયદો ઉઠાવી શકે છે. કારણ કે તાઈવાન એક ઈંડાકાર ટાપુ છે અને 300 કિમીની લંબાઈમાં ગાઢ જંગલોવાળા પહાડ છે. ઘાટીઓ છે, ખતરનાક વિસ્તારો છે. જેની ચીનને વધુ જાણકારી નથી અને તાઈવાન આ વિસ્તારોથી અલ્બાટ્રોસ II ડ્રોનની મદદથી હુમલો કરી શકે છે. તાઈવાન આ ડ્રોનની મદદથી ચીનની દરેક ચાલ પર નજર રાખી શકે છે અને તેની દરેક ચાલનો જવાબ પણ આપી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube