શાંઘાઇ : ચીને છેલ્લા 5 વર્ષોમાં એશિયા, પુર્વી યૂરોપ અને આફ્રીકામાં ઘણા મોટા પ્રોજેક્ટમાં અબજો ડોલર ખર્ચકરી દેવાયા. મોટા વૈશ્વિક પ્રભાવ બનાવવા માટે ચીને એવું કર્યું. જો કે હવે ચીને પોતાનો હાથ  ખેંચવાનું ચાલુ કરી દીધું છે. ચીની કંપનીઓ દ્વારા કરવામાં આવેલા તેની મોટી વૈશ્વિક યોજના બેલ્ટ એન્ટ રોડ એનિશિએટિવ હેઠળ છે. ચીની કંપનીઓએ કોશન નોટ ઇશ્યું કરીને કહ્યું કે, ચીનનાં સંસ્થાઓને દેતા પહેલા સાવધાન રહેવું જોઇએ અને ભાળ મેળવવી જોઇએ કે દેવું પાછું મળી શકશે કે નહી.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક્સપોર્ટ - ઇમ્પોર્ટ બેંક ઓફ ચાઇનાના ચેરપર્સન હું જિયાઓલિયાને કહ્યું કે, હાલમાં આંતરરાષ્ટ્રીય સ્થિતીમાં ખુબ જ અસ્થિરતા છે અને તેમાં થનારા નુકસાનની આશંકા સાથે વ્યાજનાં દરોમાં પણ ઝડપથી પરિવર્તન આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, ચીનની કંપનીઓ અને બેલ્ટ એન્ડ રોડ ઇનિશિએટિવને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. 

ચીને એજન્સીઓ પરથી ભાળ મેળવવા માટે કહ્યું છે કે, કેટલી ડીલ થઇ છે, કોઇ દેશની સાથે થઇ છે અને કોઇ નાણાકીય ટર્મ પર કરવામાં આવી છે. અમેરિકા અને યૂરોપ બહુત પહેલાથી ચિંતિત છેકે બેલ્ટ એન્ડ રોડ ચીન દ્વારા આર્થિક શક્તિ ખુંચવવા માટે બનાવાયેલી યોજના છે. તેમાં ચીનની સરકાર મોટી રકમ ખર્ચી રહ્યું છે. 

આ ઇનિશિએટિવ હેઠળ ચીન સરકારનાં નિયંત્રણ વાળા દેવાદાર બીજા દેશોને હાઇવે, રેલ્વે અને પાવર પ્લાન્ટ જેવા પ્રોજેક્ટ બનાવવા માટે દેવું આપે છે. આ દેવું એ શરત પર આવામાં આવે છે કે યોજના અને નિર્માણના કાર્યમાં ચીનની કંપનીઓને કામ કરી દેવામાં આવશે. આ પ્રકારની આ કંપનીઓ બિઝનેસ કરે છે. 

હાલમાં ચીનની અર્થવ્યવસ્થાની સ્પીડ ઘટી રહી છે. અમેરિકાની સાથે વ્યાપાર યુદ્ધનાં કારણે તેને સ્થાનિક દેવાની સમસ્યાનો પણ સામનો કરવો પડી રહ્યા છે. હવે મોટા ભાગની ગતિવિધિઓ બેલ્ટ એન્ડ રોડ એનિશિએટિવ હેઠળ થશે. વધારે દેવું આપવું ઘણા દેશોની સાથે સંબંધ ખરાબ પણ કરી શકે છે. મલેશિયા અને શ્રીલંકાની નવી સરકારોએ પુછ્યું છે કે ચીન પાસેથી  આટલું મોટું દેવું કેમ લેવામાં આવી રહ્યું છે. 

ચીનનાં અધિકારીક આંકડાઓ અનુસાર બેલ્ટ એન્ડ રોડ એક્ટિવિટી વધારે સફળ છે. 2018માં ચીનની કંપનીઓએ 36.2 અબજ ડોલરનાં કોન્ટ્રાક્ટ સાઇન કર્યા. રાષ્ટ્રપતિ શીનાં નેતૃત્વમાં 2013માં ચાલુ કરવામાં આવેલો બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટ વધારે સફળ લાગી રહ્યો છે. જેનાં હેઠળ લાંબા સમય માટે લોન આપવામાં આવે છે. ચીન પણ તે દેશોને લોન આપવા માંગે છે કે જ્યાં પ્રાકૃતિક સંસાધનો વધારો હોય. જો ત્યાથી નાણા પરત ન મળી શકે તો ચીન સંસાધનોનું દોહન ચાલુ કરી શકે છે.