અમેરિકા સાથે યુદ્ધ કરવા ચીન તૈયાર? South China Seaમાં ઉતાર્યા શક્તિશાળી બોમ્બર
સાઉથ ચીન સી (South China Sea)માં ચીન (China) અને અમેરિકા (America)ની વચ્ચે તણાવ વધુ તીવ્રથી સંઘર્ષ તરફ આગળ વધી રહ્યો છે. આ એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કેમ કે, ચીને હવે દક્ષિણ ચીન સાગરમાં તેના સૌથી શક્તિશાળી બોમ્બર વિમાનની સાથે યુદ્ધાભ્યાસ શરૂ કર્યો છે.
નવી દિલ્હી: સાઉથ ચીન સી (South China Sea)માં ચીન (China) અને અમેરિકા (America)ની વચ્ચે તણાવ વધુ તીવ્રથી સંઘર્ષ તરફ આગળ વધી રહ્યો છે. આ એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કેમ કે, ચીને હવે દક્ષિણ ચીન સાગરમાં તેના સૌથી શક્તિશાળી બોમ્બર વિમાનની સાથે યુદ્ધાભ્યાસ શરૂ કર્યો છે. જ્યારે અમેરિકાએ એક નિવેદનમાં કહ્યું છે કે, ચીનના દૂતાવાસ જાસૂસીની ગુફાઓ છે.
આ પણ વાંચો:- કોરોનાથી આ દેશ સંકટમાં, રાષ્ટ્રપતિ બાદ પ્રથમ મહિલા અને કેબિનેટ મંત્રી વાયરસથી સંક્રમિત
અમેરિકાએ સાઉથ ચીન સીમાં બે સપ્તાહ પહેલા યુદ્ધ જહાજ નિમિત્જની સાથે અભ્યાસ કર્યો હતો. જેના જવાબ હવે ચીન તરફથી મળી રહ્યો છે. ચીને H-6G અને H-6J શક્તિશાળી બોમ્બરની સાથે અભ્યાસ કર્યો.
H-6K શિયાન એચ-6 એક ખુબ જ બદલાયેલું સંસ્કરણ છે. જે એર-લોન્ચ ક્રૂઝ મિસાઇલોને લઇ જવામાં સક્ષમ છે. H-6Kની મારક ક્ષમતા 3,520 કિલોમિટર સુધીની જણાવવામાં આવી રહી છે. જેના કારણે સમગ્ર સાઉથ ઇસ્ટ એશિયાનો વિસ્તાર તેની યાદીમાં આવે છે.
આ પણ વાંચો:- કોરોના સંકટના કારણે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી નહી યોજાય: ડોનાલ્ડ ટ્રમ્પ
ચીને ગયા વર્ષે જે બિન પરમાણુ બોમ્બનું પરીક્ષણ કર્યું હતું અને તેને મધર ઓફ ઓલ બોમ્બ તરીકે ઓળખાવ્યો હતો, તે બોમ્બ ચીને H-6k જહાજમાંથી ફેંક્યો હતો. અને હવે ચીને દક્ષિણ ચીન સમુદ્રમાં આ વિમાનો એટલે કે H-6G અને H-6J બોમ્બરની પ્રેક્ટિસ કરીને અમેરિકાને સંકેત આપ્યો છે કે યુદ્ધ જહાજો ઉપર હુમલો કરવાની શક્તિ રાખે છે.
ત્યારે, PLAના નિવૃત્ત નૌકા અધિકારી વોંગ યુન્ફેઇએ એમ કહીને આશ્ચર્ય વ્યક્ત કર્યું કે ડોનાલ્ડ ટ્રંપ ફરી ચૂંટણી જીતવા માટે ચીન પર હુમલો કરી શકે છે. જ્યારે યુએસના વિદેશ સચિવ માઇક પોમ્પિયોએ કહ્યું કે ઓસ્ટ્રેલિયાએ પણ દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનના દાવાઓને ગેરકાયદેસર જાહેર કર્યા છે.
આ પણ વાંચો:- નેપાળની અવળચંડાઈ, લિપુલેખ, કાલાપાનીમાં નેપાળીઓની ઘુષણખોરીને ગણાવી યોગ્ય
માઇક પોમ્પિયોએ કહ્યું કે, 10 આસિયાન દેશોએ ભારપૂર્વક જણાવ્યું છે કે દક્ષિણ ચીન સમુદ્રના વિવાદોને આંતરરાષ્ટ્રીય કાયદાના આધારે હલ કરવામાં આવે. જી 7 મીટિંગમાં જાપાન દ્વારા હોંગકોંગમાં લાગુ કરાયેલા ચાઇનાના રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમની નિંદા પ્રસ્તાવનું નેતૃત્વ કર્યું હતું. યુરોપિયન સંઘ દ્વારા પણ કાયદાની નિંદા કરવામાં આવી છે અને ચીનને પ્રણાલીગત હરીફ જાહેર કરાઈ છે.
ચીન પણ જાણે છે કે હવે તે દક્ષિણ ચીન સમુદ્રમાં હવે તેને ઘેરવામાં આવી રહ્યાં છે. ચીન દબાણમાં છે અને આ દબાણ સારું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube