બેઇજિંગઃ Thermometer Stuck in Private Part- ડિજિટલ યુગમાં આજકાલ દરેક બાળકના હાથમાં મોબાઈલ ફોન અને ગેજેટ્સ જોવા મળે છે. પરંતુ મોબાઈલની લત તેમને ખાડામાં ધકેલી રહી છે. ઘણી નાની ઉંમરે બાળકો પોર્ન જોવાનું અને ગંદા કામ કરવા લાગ્યા છે. કેટલાક બાળકો આ કારણે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. આવો જ એક કિસ્સો ચીનમાંથી સામે આવ્યો છે, જ્યાં હસ્તમૈથુન કરતી વખતે એક બાળકે એવું કૃત્ય કર્યું કે જીવ સામે ખતરો ઉભો થયો. જોકે સમયસર તબીબોની મદદને કારણે બાળકનો જીવ બચી ગયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં, 12 વર્ષના છોકરાનો વિચિત્ર 'સેક્સુઅલ એક્સપરિમેન્ટ' એક ભયાનક ઓપરેશનમાં બદલાઈ ગયો જ્યારે તેણે થર્મોમીટરને પોતાના પેનિસમાં ઘુસાડી દીધું. હસ્તમૈથુન દરમિયાન થર્મોમીટર સાથેના આ પ્રયોગથી ચીનમાં એક છોકરાને મૂત્રાશયની સર્જરી માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. થર્મોમીટર તેના શિશ્નમાં ફસાઈ ગયા પછી તેને નવ કલાક સુધી અસહ્ય પીડા હતી. એક્સ-રે દર્શાવે છે કે ઉપકરણ તેના મૂત્રાશય સુધી પહોંચવા માટે પૂરતું ઉપર ખસી ગયું હતું. થોડા દિવસો પહેલા ફ્રાન્સમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો.


આ પણ વાંચોઃ એક એવું ગામ જ્યાં લોકો નિર્વસ્ત્ર રહીને જિંદગી જીવે છે, જાણો કારણ!


મિરરના રિપોર્ટ અનુસાર થર્મોમીટરને બહાર કાઢવા માટે ડોક્ટરોએ હોલ સર્જરી કરી. તેમાં ડોક્ટર તેની સ્કિનમાં કાપકૂપ કર્યાં વગર તેના શરીરને અંદર ઓપરેટ કરી શક્યા. સેન્ટ્રલ ચીનના ચેંગદૂમાં રહેનાર બાળકે કહ્યું કે, તેણે હસ્તમૈથુન માટે થર્મોમીટર અંદર નાખ્યું હતું. આ પ્રકારનો સેક્સુઅલ પ્રયોગ જોખમભર્યો હોઈ શકે છે અને ઇન્ફેક્શન અને બીજી બીમારીઓનું કારણ બની શકે છે. એશિયન જર્નલ ઓફ સર્જરીમાં આ મામલાની જાણકારી આપતા યુરોલોજિસ્ટે કહ્યું કે, તેમણે બ્લેડર ટિશૂમાં એક નાનું કાણું પાડ્યું હતું. 


તેમણે થર્મોમીટરને યોગ્ય જગ્યા પર લાવવા માટે એક નાના ઉપકરણનો ઉપયોગ કર્યો. આ ઓપરેશન સફળ સાબિત થયું છે પરંતુ હવે તે જોવાનું બાકી છે કે શું સેક્સુઅલ એક્સપરિમેન્ટથી બાળકને કોઈ પ્રકારની સમસ્યા થઈ શકે છે. રિપોર્ટના મુખ્ય લેખક ડો. ચાંગક્સિંગે કહ્યુ કે, જિજ્ઞાસાની ભાવના અને સેક્સ એજ્યુકેશનની કમીને કારણે તેણે થર્મોમીટરને પોતાના પેનિસમાં નાખવા વિશે વિચાર્યું. પાછલા મહિને ડિસેમ્બરમાં આવી ઘટના ફ્રાન્સમાં એક 88 વર્ષના વૃદ્ધ સાથે બની હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube