વડવાઓ દ્વારા મુકી જવાયેલ એક ઇંચ જમીન પણ નહીં જવા દઇએ, ચીનની ચેતવણી
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અમેરિકાના રક્ષા મંત્રી જેમ્સ મૈટિસે કહ્યું કે, બીજિંગ શાંતિને લઇને પ્રતિબધ્ધ છે પરંતુ તે પ્રશાંત મહાસાગરમાં એક ઇંચ જમીન પણ નહીં છોડે.
બીજિંગ : ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અમેરિકાના રક્ષા મંત્રી જેમ્સ મૈટિસે કહ્યું કે, બીજિંગ શાંતિને લઇને પ્રતિબધ્ધ છે પરંતુ તે પ્રશાંત મહાસાગરમાં એક ઇંચ જમીન પણ નહીં છોડે. સીએનએનએ શી જિનપિંગને ટાંકતાં કહ્યું કે, જ્યારે વાત ચીનની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડિતતાની આવે છે ત્યારે અમારૂ વલણ દ્રઢ અને સ્પષ્ટ હોય છે. રાષ્ટ્રપતિ શીએ કહ્યું કે પ્રશાંત વિસ્તરમાં દક્ષિણ ચીન સાગર પર અસહમતી બાદ પણ લાંબા સમયથી બધાને ખબર છે કે સૈન્ય બાબતોના વિશેષજ્ઞ મુ્દાઓને હલ કરવા માટે સૈન્ય સાધનોનો ઉપયોગ કરવા નથી ઇચ્છતા.
હિન્દ પ્રશાંત વિસ્તારમાં ચીનના શક્તિ પ્રદર્શન કરવાને લઇને અમેરિકી ચિંતાઓ વચ્ચે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે અમેરિકાના રક્ષા મંત્રી જેમ્સ મૈટિસને કહ્યું કે, બંને દેશો વચ્ચે સૈન્ય સંબંધી સારી ગતિને હંમેશા બનાવી રાખવી જોઇએ. જોકે ગ્રેટ હોલ ઓફ ધ પીપુલમાં બંને નેતાઓ વચ્ચેની બેઠક પૂર્વે સેના અને વ્યાપારિક સંબંધોમાં વધી રહેલ તણાવ અંગે કંઇ કહેવાયું નથી. પરંતુ મૈટિસે દક્ષિણ ચીન સાગરમાં કૃત્રિમ દ્વિપોનું સૈન્યીકરણ કરવાને લઇને આ મહીનાની શરૂઆતમાં ચીનની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. તો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સાથે વ્યાપારિક વિવાદ છેડ્યો છે.