જ્યાંથી પેદા થયો હતો કોરોના, ચીનની એ લેબોરેટરીએ બનાવી મહામારીથી બચાવતી વેક્સીન
China Wuhan Lab : વુહાન ઈન્સ્ટિટ્યૂટની ટીમ કોવિડ 19 મહામારી પેદા કરવા માટે દોષિત સાબિત થઈ હતી, કહેવાય છે કે કોરોના વાયરસ ચીનના વુહાનની આ જ લેબોરેટરીમાંથી નીકળ્યો હતો
China Wuhan Lab Vaccine : કોવિડ 19 મહામારીએ આખી દુનિયામાં તબાહી મચાવી હતી અને લાખો લોકોનો જીવ લીધો હતો. સમગ્ર દુનિયાને લાંબા સમય સુધી લોકડાઉનમાં રહેવું પડ્યુ હતું. આવામાં સવાલ થાય છે કે, શું દુનિયા આગામી મહામારી માટે તૈયાર છે. આ સવાલ હવે મહત્વનો બની જાય છે. જ્યારે કોરોનાના નવા નવા વેરિયન્ટ હજી પણ તોફાન મચાવી રહ્યાં છે. વુહાન ઈન્સ્ટિટ્યૂટ ફો વાયરોલોજીના શોધકર્તાઓએ એક નવી નેનો વેક્સીન તૈયાર કરી છે. જે તમામ કોવિડ 19 ના વેરિયન્ટ્સ સામે લડવા માટે સુરક્ષા આપવાનો દાવો કરો છે. ભિવષ્યમાં આવનારા કોરોના વાયરસના નવા વેરિયન્ટ્સ સામે પણ આ વેક્સીન જીવ બચાવશે.
વુહાન ઈન્સ્ટિટ્યૂટની ટીમને પણ કોવિડ 19 મહામારી પેદા કરવા માટે આરોપી ગણવામાં આવી હતી. કહેવાય છેકે, કોરોના વાયરસ ચીનની આ જ લેબોરેટરીમાંથી બહાર આવ્યો હતો. ત્યારે હવે આ લેબે દાવો કર્યો છે કે, તેમની હાલની વેક્સીન કોવિડ 19 ના સંક્રમણને રોકવા અને મૃત્યુ દરને અટકાવવા માટે સક્ષમ છે. પરંતું આ તામમ વેરિયન્ટ્સની સામે પૂર્ણ સુરક્ષા પ્રદાન કરી શક્તી નથી. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટ અનુસાર, આ નવી નેનો વેક્સીને વિકસિત કરનારી ટીમે એક ઈન્ટ્રાનેઝલ નેનો પાર્ટિકલ વેક્સીન બનાવી છે, જે કોરોના વાયરસના એપિટોપ્સ અને બ્લડ પ્રોટીન ફેરિટિનને સંયોજીત કરે છે.
આગામી ત્રણ મહિનામાં દુનિયાના વિનાશની શરૂઆત થશે, બાબા વેંગાની ભવિષ્યવાણીથી ટેન્શન
શોધકર્તાઓનું કહેવું છે કે, આ વેક્સીન ડેલ્ડા, ઓમિક્રોન અને વુહાનમાં વર્ષ 2020 માં ઓળખાઈ હતી, ડબલ્યુઆઈવી 04 વેરિયન્ટ જેવા અનેક વેરિયન્ટની વિરુદ્ધ સુરક્ષા આપવાની ગેરેન્ટી આ વેક્સીનમાં કરવામાં આવી છે. શોધકર્તાઓએ જુનમાં એમસીએસ નેનો વિક્સીના એક પિયર રિવ્યુ જનરલમાં પ્રકાશિત એક લેખમાં લખ્યું હતું કે, સાર્સ-સીઓવી-2 વેરિયન્ટ અને મ્યુટેશન્સના કારણે ચાલી રહેલી વધુ એક ભવિષ્યની મહામારી પ્રભાવી વેક્સીનની આવશ્યકતાને રેખાંકિત કરે છે. જે વ્યાપક સુરક્ષા પ્રદાન કરી શકે.
તેમણે કહ્યું, "અમારી નેનોવેક્સિન લક્ષ્યો પૂર્વ-અસ્તિત્વમાં રહેલા તટસ્થ એન્ટિબોડીઝના એપિટોપ્સને સુરક્ષિત કરે છે. તે સંભવિત રસી હોઈ શકે છે. કારણ કે SARS-CoV-2 રસી વ્યાપક સુરક્ષા પ્રદાન કરે છે."
સસ્તું થઈ જશે પેટ્રોલ-ડીઝલ, ઓઈલ સેક્રેટરીએ આપ્યા દિલ ખુશ કરી દેતા સમાચાર
તમને જણાવી દઈએ કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને વૈશ્વિક વૈજ્ઞાનિકોએ કોવિડ-19ની ઉત્પત્તિ અંગે તપાસ કરી છે, જેમાં મોટાભાગના એવા નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે આ વાયરસ પ્રાણીઓમાંથી મનુષ્યમાં ફેલાઈ શકે છે. તે જ સમયે, ગયા વર્ષે યુએસ ઇન્ટેલિજન્સ વિભાગના વડાએ કહ્યું હતું કે કોવિડ -19 વાયરસ ચીન સરકારની વુહાન રિસર્ચ લેબમાં બનાવવામાં આવ્યો હોવાના કોઈ પુરાવા નથી.
આ સદીમાં કોવિડ-19 અને 2003માં ગંભીર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ (સાર્સ) ઉપરાંત, મિડલ ઇસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ (MERS) પણ એક કોરોના વાયરસ રોગ છે, જેણે વર્ષ 2012 થી હજારો લોકોને ચેપ લગાવ્યો છે. સંશોધકો માને છે કે કોરોનાવાયરસનું સતત પરિવર્તન નવા પ્રકારો બનાવવાનું ચાલુ રાખશે, જેમાંથી કેટલાક અત્યંત ચેપી હોઈ શકે છે અને ભવિષ્યમાં રોગચાળો અથવા વૈશ્વિક કટોકટીનું કારણ બની શકે છે.
સ્ત્રી બાદ આવી રાજકુમાર રાવની નવી જોરદાર કોમેડી ફિલ્મ, ટ્રેલર જોઈને પાગલ થઈ જશો