ચીનની ચાલ: 41 લાખ કરોડની સોનાની ખાણ અને રાષ્ટ્રપતિ શી જિનપિંગનો પત્ર
ચીનના અરૂણાચલ પ્રદેશ નજીક આવેલી બોર્ડન પર પોતાના કંટ્રોલવાળા વિસ્તારમાં મોટાપાયે ખનનનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. હોંગકોંગ સ્થિત સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ સમાચાર પત્રના અનુસાર ચીનને લગભગ 40.88 લાખ કરોડ (60 અરબ ડોલર)ના સોના, ચાંદી અને અન્ય બહુમૂલ્ય ધાતુઓના ખનીજ મળ્યા છે.
નવી દિલ્હી: ચીનના અરૂણાચલ પ્રદેશ નજીક આવેલી બોર્ડન પર પોતાના કંટ્રોલવાળા વિસ્તારમાં મોટાપાયે ખનનનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. હોંગકોંગ સ્થિત સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ સમાચાર પત્રના અનુસાર ચીનને લગભગ 40.88 લાખ કરોડ (60 અરબ ડોલર)ના સોના, ચાંદી અને અન્ય બહુમૂલ્ય ધાતુઓના ખનીજ મળ્યા છે. આ ખનન પ્રોજેક્ટ ભારતની સીમાને અડીને આવેલા ચીની ક્ષેત્રમાં પડનાર લહુંજે કાઉંટીમાં શરૂ કરવામાં આવી છે.
શી જિનપિંગ
લહુંજે કાઉંટી ક્ષેત્ર ગત ઓક્ટોબરમાં અચાનક ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગના કારણે ચર્ચામાં આવ્યું હતું. જોકે અહીંના એક ભરવાડ પરિવારની સાથે ચીની રાષ્ટ્રપતિએ પત્રાચાર કર્યો હતો. આ પરિવાર વસ્તીની દ્વષ્ટિએ ચીનના સૌથી દૂરસ્થળ અને નાના કસબા યુમાઇમાં વસે છે જે એકદમ અરૂણાચલ પ્રદેશના નજીક છે. પોતાના પત્રમાં શી જિનપિંગે ભરવાડ પરિવારના પિતા અને તેમની બે પુત્રીઓને પોતાના કર્તવ્યોના નિર્વાહ અને ચીન પ્રત્યે વફાદારી દાખવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેની સાથે જ લહુંજેના લોકો સાથે પોતાના મૂળિયા સાથે જોડાઇ રહેવાલી ભલામણ કરી હતી જેથી આ વિસ્તારનો વિકાસ રાષ્ટ્રીય હિતમાં થઇ શકે.
ખનનનો ખેલ
ગત વર્ષે ડોકલામમાં 73 દિવસ સુધી ભારતની સાથે ટકરાવના બે મહિના બાદ ચીની રાષ્ટ્રપતિએ આ પ્રકારનો પત્ર લખીને એક પ્રકારે અરૂણાચલ પ્રદેશ પર પોતાની દાવેદારી દર્શાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ચીન, અરૂણાચલ પ્રદેશને દક્ષિણ તિબ્બતનો ભાગ હોવાનો દાવો કરે છે. ડોકલામ બાદ ચીની રાષ્ટ્રપતિને આ કડીના રૂપમાં જોવામાં આવ્યો હતો. ગત મહિને ભારતીય વડાપ્રધાન નરેંદ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની અનૌપચારિક શિખર વાર્તાઓ બાદ આ પ્રકારના ખનન પ્રોજેક્ટ પર કામ એક પ્રકારે અરૂણાચલ પ્રદેશના સંપૂર્ણૅ ક્ષેત્રમાં ફરીથી દાવેદારી નોંધાવી છે. તેના લીધે ફરી એકવાર ભારત અને ચીન વચ્ચે ઘર્ષણ વધી શકે છે.
'એક તરફ દક્ષિણ ચીન સાગર' વિવાદ
સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના અનુસાર ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં તીવ્ર વિકાસ સાથે ક્ષેત્રના પ્રાકૃતિક સંસાધનો પર દાવો કરવાનું ચીનનું પગલું તેને 'એકતરફ દક્ષિણ ચીન સાગર' વિવાદના રૂપમાં બદલી શકે છે. સમાચારમાં કહેવામાં આવ્યું છે કે અરૂણાચલ પ્રદેશને પોતાના નિયંત્રણમાં કરવા ચીનના પગલાં હેઠળ ખનન કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ સંબંધમાં પ્રોજેક્ટથી વાકેફ લોકોએ કહ્યું કે ખનન કાર્ય દક્ષિણ તિબ્બત (અરૂણાચલ પ્રદેશ) પર ફરીથી દાવો રજૂ કરવાની બીજિંગની મહત્વાકાંક્ષી યોજનાનો ભાગ છે.
સમચારપત્રએ સ્થાનિક અધિકારીઓ, ચીની ભૂગર્ભશાસ્ત્રીઓ અને રણનીતિક વિશેષજ્ઞો પાસેથી જાણકારીના આધારો આ દાવો કર્યો છે. જોકે પીએમ મોદી અને શી જિનપિંગની બેઠક બાદ આમ થઇ રહ્યું છે. આ બેઠકનો ઉદ્દેશ્ય ગત વર્ષે ડોકલામ સૈન્ય ગતિરોધ જેવી ઘટનાઓ ટાળવાનો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ડોકલામ ગતિરોધે દ્રિપક્ષીય સંબંધોને તણાવપૂર્ણ કરી દીધા હતા. બીજિંગ સ્થિત ચીન ભૂવિજ્ઞાન યૂનિવર્સિટીના પ્રોફેસર ઝેંગ યુયેના અનુસાર નવા મળી આવેલા અયસ્ક હિમાલય ક્ષેત્રમાં ચીન અને ભારત વચ્ચે સંતુલન બગાડી શકે છે.