બેઈજિંગ: વિજ્ઞાન (Science) અને ટેક્નોલોજી (Technology) ના મામલે ચીન સતત અમેરિકા (America), રશિયા, જાપાન જેવા વિક્સિત દેશોને પડકાર ફેંકી રહ્યો છે. આ જ દિશામાં તેણે આગળ વધતા એવું કારનામું કરી નાખ્યુ છે કે જે અંગે જાણીને આખી દુનિયા સ્તબ્ધ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Climate Change : એવા બિન્દુએ પહોંચી ગયું છે જ્યાંથી પાછા આવી શકાશે નહીં- ગુટેરસ


ચીનનો દાવો છે કે તેણે કૃત્રિમ સૂરજ બનાવ્યો છે. જેની શક્તિ અસલ સૂરજ કરતા અનેક ગણી વધારે છે. ચીનના આ પગલાને પ્રકૃતિ સાથે પંગો લેનારું પગલું ગણવામાં આવી રહ્યું છે. જે વિનાશકારી સાબિત થઈ શકે છે. ચીન (China) નો દાવો છે કે આ નકલી સૂર્ય અસલ સૂર્યની જેમ જ શુદ્ધ ઉર્જા આપશે. સૌથી મોટી વાત એ છે કે તેને ન્યૂક્લિયર ફ્યૂઝન દ્વારા નિયંત્રિત કરી શકાશે. 


ચીની વૈજ્ઞાનિક 2020 સુધીમાં તેને પૂરો કરી લેશે. ચીનની સમાચાર એજન્સી સિન્હુઆના ન્યૂઝ રિપોર્ટ મુજબ કૃત્રિમ સૂરજ HL 2M આગામી વર્ષ એટલે કે વર્ષ 2020 સુધીમાં કામ કરવાનું શરૂ કરી દેશે અને આવનારા કેટલાક દિવસોમાં તેના ઈન્સ્ટોલેશનનું કામ શરૂ થઈ જશે. 


આ VIDEO પણ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube