નવી દિલ્હી : અમેરિકા જેવા દેશો સાથે ચીનના વધતા ઘર્ષણ વચ્ચે ચીન હવે પોતાના સૈન્ય મથકો પર ખતરનાક લેઝર સિસ્ટમ ગોઠવી રહ્યું છે. ચીનના આ પેંતરાની માહિતી હવે વિશ્વ સમક્ષ ખુલ્લી પડી ગઇ છે. આ માહિતી ત્યારે સામે આવી જ્યારે અમેરિકાના ફાઇટર પ્લેનનાં કેટલાક પાઇલોટ્સે દુજુબતીના બેઝ પર હવામાં ચમકી રહેલ પ્રકાશનો લિસોટો જોયો. તેઓ કંઇ સમજે તે પહેલા જ અચાનક તે લેઝર બિમ્બ તેમના પ્લેન તરફ વળી ગઇ. આ પ્રકાશ એટલો વધારે હતો કે અમેરિકન પાયલોટ્સને જોવામાં તકલીફ પડવા લાગી  અને તેના કારણે તેઓએ પરત બેઝ પર ફરી જવું પડ્યું. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પ્રકાશની દરેક પાયલોટ પર વધારેથી ઓછી અસર જોવા મળી. જો કે કેટલાક પાયલોટ્સને જોવામાં તકલીફ પડી હતી તો કેટલાકની આંખો જ જતી રહી હતી. ત્યાર બાદ થયેલી તપાસમાં જાણવા મળ્યું કે, આ પ્રકાશનો શેરડો બીજુ કંઇ નહી પરંતુ ચીન દ્વારા અમેરિકન ફાઇટર પાયલેટ્સ પર ફેકાયેલ લેઝર એટેક હતો. જે જાણી બુઝીને અમેરિકાના પાયલોટ્સ પર ચીન દ્વારા કરવામાં આવ્યો હતો. 

અમેરિકાએ ચીનને ચેતવણી આપતા કહ્યું કે, તેઓ આવા લેઝર હૂમલાઓ બંધ કરે નહી તો અમેરિકા ચીનની વિરુદ્ધ કાર્યવાહી કરશે. જો કે ચીને આ લેઝર એટેક બાદ અમેરિકાનાં દિજબુતી બેઝ નજીકથી પસાર થનાર દરેક પાયલોટ્સને ખાસ ચશ્મા આપ્યા છે. જેનાથી તેઓ લેઝર હૂમલાથી બચી શકે. જાણકારોનું કહેવું છેકે ચીને પોતાના ઘણા સૈન્ય મથકો પર આવા લેઝર સિસ્ટમ મુક્યા છે, જેના થકી તે પોતાના બેઝની સુરક્ષા કરે છે અને દુશ્મનો પર જવાબી કાર્યવાહી કરી શકે. જો કે ચીને આવા કોઇ પણ લેઝર એટેકના રિપોર્ટને નકારી દીધો છે. 

એક અહેવાલ અનુસાર ચીન AMPHIBIOUS UAV એટલે કે જમીન અને પાણીમાં એક સાથે ચાલતા માનવ રહિત UAV બનાવી રહ્યું છે, જેનાથી તે ઉંડા સમુદ્રમાં દુશ્મરીનની સબમરીનને નુકસાન પહોંચાડી શકે અથવા તેની ગતિવિધિ પર પણ નજર રાખી શકે. અમેરિકા અને રશિયા પાસે પહેલાથી જ આ પ્રકારની AMPHIBIOUS UAV છે અને ચીન હવે ટેક્નીકલી રશિયાની મદદથી તેનું નિર્માણ કરી રહ્યું છે.