બીજિંગ : ચીનની વસ્તી છેલ્લા 70 વર્ષોમાં પહેલીવાર ઘટી છે. નિષ્ણાંતોનું માનવું છે કે ચીનની ધીમી પડી રહેલી અર્થવ્યવસ્થા માટે આ વસ્તીનું ઘટવું એક ચેતવણી સમાન છે. વિશ્વનાં સૌથી વધારે વસ્તી ધરાવતા દેશે વસ્તી નિયંત્રણ માટે દશકો સુધી વન ચાઇલ્ડ પોલીસી લાગુ રાખી હતી. જો કે 2016માં ચીને વૃદ્ધ વસ્તી અને ઘટી રહેલા વર્કફોર્સને જોતા કપલ્સને બે બાળકોની અનુમતી આપી હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુએસ આધારિત એકેડેમી યી ફુક્સિયાનના અનુસાર 2018માં ચીનમાં જન્મદરમાં પ્રતિ વર્ષ 25 લાખ રૂપિયાનો ઘટાડો થયો છે. ચીને ચાઇલ્ડ પોલિસી દંડ દ્વારા લાગુ કરી હતી પરંતુ પરાણે ઓબોર્શનનાં કિસ્સાઓનાં કારણે ચીનની ઘણી આલોચના થઇ. 1979માં ચીને વન ચાઇલ્ડ પોલીસી લાગુ કરી હતી. ત્યાર બાદથી ચીનમાં બાળકોનાં જન્મદરમાં ઝડપથી ઘટાડો થવા પામ્યો હતો. 

ચીનમાં બે બાળકોની નીતિ લાગુ કર્યા બાદ પણ આશા અનુસાર જન્મદરમાં વધારો નથી થયો. ત્યાર બાદ ક્યાસ લગાવવામાં આવી રહ્યો હતો કે ચીનની સરકાર નિયમોમાં વધારે ઢીલ આપશે. ચીનનાં શહેરી અને ગ્રામીણ વસ્તીનો અભ્યાસ કરનારા યીએ કહ્યું કેઘટની વસ્તી વસ્તીનાં આ ટ્રેંડને હવે કદાચ બદલાવી ન શકાય. એવું એટલા માટે કારણ કે અહીં બાળકો પેદા કરવા માટે પુરતા ઉંમરની મહિલાઓની સંખ્યામાં ઘટાડો થયો છે. બીજી તરફ શિક્ષણ, સ્વાસ્થય અને ઘરે વધતા ખર્ચનાં કારણે કપલ્સ વધારે બાળકો નહી પેદા કરવા માંગે છે. 

યીના અનુસાર 2018માં કુલ 1.15 કરોડ મોત નોંધાઇ અને વસ્તીમાં 12 લાખનો ઘટાડો કરવામાં આવ્યો છે. 1949માં ન્યૂ ચાઇનાની સ્થાપના બાદ  પહેલીવાર એવું થયું છે કે ચીનની વસ્તી ઘટી છે. વૃદ્ધ વસ્તીની સમસ્યા વધી રહી છે અને આર્થિક સ્થિતી નબળી પડી છે. યીએ સરકારને અપીલ કરી છે કે ટૂ ચાઇલ્ડ પોલીસીને ખતમ કરીને લોકોને બેડરૂમથી બહાર કાઢવા અને મેટરનિટી લીવ અને પેરેન્ટ્સ માટે ટેક્સ બ્રેક જેવા પગલા ઉઠાવ્યા. યીએ કહ્યું કે, જો સરકાર હજી પણ હસ્તક્ષેપ નહી કરે તો ચીનની વૃદ્ધ વસ્તીની સમસ્યા જાપાન કરતા પણ ભયંકર થઇ જશે અને જાપાન કરતા પણ વદારે આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે.