China Population: ચીનના એક પ્રાંતે અપરણિત લોકોને પણ લગ્ન વગર બાળકો પેદા કરવા અને પોતાના પરિવાર ચલાવવાની મંજૂરી આપી છે. રિપોર્ટ મુજબ અપરણિત વ્યક્તિ હવે એક પરિવારનું પાલન પોષણ કરી શકે છે અને તે લાભોનો આનંદ ઉઠાવી શકે છે જે પહેલા ફક્ત પરણિત લોકોને મળતા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જન્મદર વધારવા માટે મોટું પગલું
સિચુઆન પ્રાંતના સ્વાસ્થ્ય અધિકારીઓએ કહ્યું કે બેઈજિંગના ઘટતા જન્મદરને ઓછો કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને આથી આ નિર્ણય લેવાયો છે. અત્રે જણાવવાનું કે સિયુઆન ચીનનો પાંચમો સૌથી વધુ વસ્તીવાળો પ્રાંત છે. રોયટર્સે સરકારી આંકડાઓનો હવાલો આપતા જણાવ્યું કે સિયુઆન પ્રાંત 60 વર્ષથી વધુ ઉંમરના લોકોના મામલે સાતમા નંબરે આવે છે. આ અગાઉ સિચુઆનમાં ફક્ત પરણિત મહિલાઓને જ કાયદાકીય રીતે બાળકને જન્મ આપવાની મંજૂરી હતી. પરંતુ હવે આ પગલું એટલા માટે ભરવામાં આવ્યું છે કારણ કે પ્રાંતમાં હાલના વર્ષોમાં વિવાહ અને જન્મદર, બંને કેસમાં રેકોર્ડ  ઘટાડો જોવા મળ્યો છે. 2019માં અધિકારીઓએ એવા અપરણિત લોકોને સામેલ કરવા માટે નિયમોમાં પણ ફેરફાર કર્યો છે જે બાળકો પેદા કરવા માંગે છે. નવો નિયમ 15 ફેબ્રુઆરીથી લાગૂ કરવામાં આવશે. 


OMG! એક જ છોકરી સાથે બધા ભાઈઓ કરે છે લગ્ન, પત્ની સાથે રૂમમાં જવા અપનાવે આ ગજબ ટ્રીક


માણસને જીવતો ગળવાનો અજગરનો Video વાયરલ, જોઈને હાજા ગગડી જશે


હવે કીડીઓ શોધી કાઢશે કેન્સરની બીમારી, મોંઘા ટેસ્ટ કરવાની નહીં પડે જરૂર!


બધા કાયદાકીય અધિકાર મળશે
નવા નિયમ મુજબ વિવાહિત કપલ કે પછી અવિવાહિત કપલ કે પછી  બાળક ઈચ્છનારા કોઈ પણ વ્યક્તિને પ્રાંતિય અધિકારીઓ પાસે રજિસ્ટ્રેશન કરાવવાની મંજૂરી હશે. રજિસ્ટ્રેશન કર્યા બાદ તેઓ ગમે તેટલા બાળકો પેદા કરી શકે છે. સિચુઆનના સ્વાસ્થ્ય આયોગે કહ્યું કે ઉપાયનો હેતુ દીર્ઘકાલીન અને સંતુલિત જનસંખ્યા વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. અત્રે જણાવવાનું કે ચીનની વસ્તી ગત વર્ષે રેકોર્ડ સ્તર પર ઘટી છે અને છેલ્લા 60 વર્ષમાં આવું પહેલીવાર બન્યું છે કે ચીનની જનસંખ્યામાં ઘટાડો નોંધાયો છે. આથી ચીની અધિકારીઓએ જનસંખ્યાને પ્રોત્સાહન આપવા માટે લોકોને અનેક પ્રકારના પ્રોત્સાહન અને સુવિધાઓ આપવાની શરૂ કરી છે. જેમાં ચિકિત્સા બિલોને કવર કરવા માટે માતૃત્વ વીમો પણ સામેલ છે. જ્યારે વિવાહિત મહિલાઓને માતૃત્વ અવકાશ દરમિયાન પણ સેલેરી આપવાનો નિયમ બનાવવામાં આવ્યો છે. બીજી બાજુ સિચુઆનમાં પણ આ લાભોને હવે સિંગલ મહિલાઓ અને પુરુષો સુધી વધારવામાં આવશે. 


ચીનમાં જનસંખ્યામાં ભારે ઘટાડો
ચીની મીડિયા રિપોર્ટ મુજબ વર્ષ 1961 બાદ પહેલીવાર ચીનની વસ્તીમાં ગત વર્ષે ઘટાડો નોંધાયો છે અને ચીન માટે આ ઐતિહાસિક મોડ છે કારણ કે ચીનમાં જે ઝડપથી વસ્તી ઘટી છે ત્યારબાદ આગામી કેટલાક મહિનાઓ દરમિયાન ભારત દુનિયાની સૌથી વધુ વસ્તીવાળો દેશ બની જશે. તમામ રિપોર્ટ્સમાં કહેવાયું છે કે વર્ષ 2023માં ભારત દુનિયાની સૌથી વધુ વસ્તીવાળો દેશ બનશે. આથી ચીનની સરકાર હવે ચિંતિત છે. 

જુઓ લાઈવ ટીવી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube