નવી દિલ્હીઃ ગુપ્તચર એજન્સીના એક રિપોર્ટ મુજબ પાકિસ્તાનના સિંધ વિસ્તારમાં ચીને પોતાના સૈનિકો તૈનાત કર્યા છે. ચીને તેની પીપલ્સ લિબરેશન આર્મીને 'ચાઈના પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર' (CEPC)ની સુરક્ષા માટે સૈનિકોને પાકિસ્તાનના જુદા-જુદા વિસ્તારમાં તૈનાત કર્યા છે. ગુપ્તચર એજન્સીના રિપોર્ટ મુજબ ચીને સિંધમાં થાર વિસ્તારમાં કોલ માઈન્સની સુરક્ષામાં પણ પોતાના સૈનિકોને લગાવ્યા છે, જે ભારત-પાક. સરહદથી માત્ર 90 કિમી. દૂર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાનના સિંધમાં ચીનના અનેક પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, જેનો સિંધના સ્થાનિક લોકો ભારે વિરોધ કરી રહ્યા છે. આ કારણે, ચીને પોતાના પ્રોજેક્ટોની સુરક્ષા માટે સેનાને ઉતારી છે. 


વિશ્વના વધુ સમાચાર જાણવ અહીં કરો ક્લિક....