ઝી મીડિયા/બ્યૂરો :કોરોના વાયરસ (Corona virus)ના જન્મદાતા ચીનના શહેર શેનજેને એક ઐતિહાસિક નિર્ણય લઈને નવો કાયદો પાસ કર્યો છે. હવેથી અહીં કૂતરા અને બિલાડીઓને ખાવુ ગેરકાયદેસર ગણાશે. નવા કાયદાના અનુસાર, પેટ એનિમલ એટલે કે પાલતુ પ્રાણીઓનું માંસ ખાવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. સાથે જ કાચબા, દેડકા અને સાપના ખાવા પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઈએ કે, કોરોના વાયરસને કારણે ચીનમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમ છતાં આ કાયદાને તાત્કાલિક લાગુ કરવામાં આવ્યો ન હતો. આ કાયદાને 1 મેથી લાગુ કરવામાં આવશે. આશ્ચર્યની વાત તો એ છે કે, આ પ્રકારનો કોઈ પણ કાયદો ચીને અત્યાર સુધી બનાવ્યો નથી, જે આખા દેશમાં લાગુ કરી શકાય. 


અહી સવાલ એ પણ થાય છે કે, આખરે શુ કારણ છે કે ચીનમાં તેને તરત પ્રભાવથી લાગુ કરવામાં નથી આવી રહ્યો. 1 મહિનો એટલે કે 30 દિવસનો સમય પસાર થયો છે, તેમ છતા કેમ લોકોને તેને ખાવાની પરમિશન આપવામાં આવી હતી. એનિમલ એક્ટિવિસ્ટ લાંબા સમયથી પાળતુ પ્રાણીઓના ખાવા પર પ્રતિબંધની માંગણી કરી રહ્યા હતા અને હવે આ નવા કાયદાનું જોરદાર સ્વાગત કરી રહ્યાં છે. 


યુલિન ડોગ ફેસ્ટિવલ ચીનનો સૌથી વધુ વિવાદાસ્પદ ફૂડ ફેસ્ટિવલ છે, જેમાં હજારો કૂતરાઓને ક્રુરતાપૂર્વક મારવામાં આવે છે અને ચામડી કાઢી લેવામાં આવે છે. તેના બાદ લોકો દ્વારા કૂતરાના માંસને પકાવીને ખાવામાં આવે છે. 


ઈન્ટરનેશનલ મીડિયા અનુસાર, સરકારી જાહેરાતના માધ્યમથી કહેવામાં આવ્યું છે કે, શેનજેનમાં સરકારે 1 એપ્રિલથી આ કાયદાને પાસ કર્યો છે, જેને 1 મેથી લાગુ કરી દેવામાં આવશે. આમ તો આ નિર્ણય સરકારે કોરોના વાયરસના પ્રાણીઓના શરીરમાંથી માણસોના શરીરમાં પહોંચીને વૈશ્વિક તબાહી મચાવ્યા બાદ લીધો છે. પરંતુ ચીને સમગ્ર દેશમાં હજી આ કાયદો લાગુ કર્યો નથી. જેને કારણે ચીન સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યાઁ છે. 


તો અધિકારીઓના કહેવા અનુસાર, લોકોની રોજિંદી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારી દસ્તાવેજ 9 પ્રકારના જીવ-જંતુઓને ખાવા માટે યોગ્ય માને છે. જેમ કે, ભૂંડ, ગાય, પાડા, ગધેડા, સસસુ, ચિકન, બતક, કબૂતર અને હંસ. 


ચીનમાં એનિમલ પ્રોટેક્શ ચેરિટીની એક પોલિસી સ્પેશિયલિસ્ટ ડોક્ટર પીટર લી માને છે કે, ચીનમાં દર વર્ષે 10 મિલિયન કૂતરા અને 4 મિલિયન બિલાડીઓની દર્દનાક હત્યા કરીને તેન ક્રુર કારોબાર પર પ્રતિબંધ મૂકવાના દિશામાં આ એક મોટું પગલુ છે.