નવી દિલ્હી: ચીની કંપનીઓ હંમેશા પોતાના કર્મચારીઓ સાથેના વ્યવહારના કારણે ચર્ચામાં રહે છે. ક્યારેક ટાર્ગેટ પૂરો ન કરવા બદલ કર્મચારીઓને એવી સજા આપે છે તો ક્યારેક તે જ કર્મચારીઓને મસમોટી ભેટ આપે છે. આવો જ એક મામલો સામે આવ્યો છે. જ્યાં કંપનીએ પોતાના 5000 કર્મચારીઓને એવું બોનસ આપ્યું છે જે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યું છે. વાત જાણે એમ છે કે ચીનના જિયાશી પ્રાંતનાં નાન્ચાંગ શહેરમાં સ્ટીલ પ્લાન્ટની એક કંપનીએ લગભગ 44 મિલિયન ડોલર પોતાના  કર્મચારીઓને ભેટ તરીકે આપી દીધા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે સોશિયલ મીડિયા પર કંપનીનું બોનસ નહીં પરંતુ તે બોનસ આપવાની રીત ચર્ચાનો વિષય બની છે. કંપનીઓ કર્મચારીઓને અલગ અંદાજમાં બોનસ આપ્યું. કંપનીએ પહેલા તો 44 મિલિયન ડોલર કેશનો એક મોટો ઢગલો કરી નાખ્યો અને ત્યારબાદ એક એક કરીને કર્મચારીઓને નિર્ધારીત સમયમાં કેશ ભેગી કરવાનું કહ્યું. નિર્ધારીત સમયમાં જે જેટલી કેશ ભેગી કરી શક્યો તેટલી કેશ તેનું બોનસ.


આવામાં આ અનોખી રીતના કારણે દરેક કર્મચારીએ લગભગ 62થી 65 લાખ ભેગા કર્યાં. મોટા પાયે બોનસ મળતા કર્ચચારીઓ તો ગેલમાં આવી ગયાં અને કઈ સમજી શકતા નથી કે આટલી મોટી રકમ તેઓ ક્યા ખર્ચ કરે. અત્રે જણાવવાનું કે આવું પહેલીવાર નથી બન્યું કે ચીનની કંપનીએ આવા અનોખ અંદાજમાં રકમ વહેંચી હોય. આ અગાઉ પણ એક કંપનીએ પોતાના કર્મચારીઓને ગેમશોના આધારે કેશ ગ્રેબ કરવાનો લક્ષ્યાંક આપ્યો હતો. જેમાં કર્મચારીઓએ નિર્ધારીત સમયમાં કેશ ભેગી કરવાની હતી. 


વિદેશના વધુ સમાચારો વાંચવા માટે  કરો ક્લિક...