નવી દિલ્હી: ચીન આ સમયે બે મોરચા પર એક સાથે ભારતની સામે ષડયંત્ર રચી રહ્યું છે. એક તો લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલ (LAC) પર અને બીજું ભારતના સાયબર સ્પેસમાં 15 જૂનના જ્યાં ગલવાન ખીણ (Galwan Valley)માં સૈનિકો વચ્ચે સંઘર્ષ થયું. ત્યારે 15 જૂનથી લઇને આજ સુધી લગભગ 40,000થી પણ વધારે વખત ચીની હેકર્સે ભારતની સાયબર સ્પેસમાં અટેક કરવાનો પ્રયત્ન કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- ભારતની વધુ એક મોટી જીત! ચીનની સાથે ભારે તણાવ વચ્ચે મળ્યો અમેરિકાનો સાથ


15 જૂનથી અત્યારસુધીમાં લગભગ 40 હજાર 300 વખત ચીની હેકર્સે ભારતીય સાયબર સ્પેસમાં અટેક કરવાનો પ્રયત્ન કર્યો છે. સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર તેમાથી મોટા ભાગના હેકર્સ ચીના સિચુઆન ક્ષેત્રમાં હાજર છે. સિચુઆનને ચીનની સેનાના સાયબર વારફેર વિંગનું હેડક્વોર્ટર ગણાવવામાં આવે છે. જો કે, હજી સુધી તે જણાવવું મુશ્કેલ છે કે, આ બધુ સ્ટેટ ફેક્ટર છે યા નોન સ્ટેટ ફેક્ટર્સ.


આ પણ વાંચો:- ગલવાન ખીણમાં થયેલી લોહીયાળ ઝડપ અંગે US ઈન્ટેલિજન્સ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો


આ સંબંધમાં મહારાષ્ટ્ર સાયબર ઇન્ટેલીજેન્સ સેલના સ્પેશિયલ IG યશસ્વી યાદવે જણાવ્યું કે, આ અટેક માટે ચીની હેકર્સ બે ત્રણ ટેક્નીકનો ઉપયોગ કરી રહ્યાં છે. પ્રથમ ટેક્ટનીક છે Distributed Denial Of Service અટેક. જો કોઈ યૂટિલિટી પ્રોવાઇડર વેબસાઇટના માત્ર 1000 લોકોની રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવાની ક્ષમતા છે તો આ હેકર્સ તેને હેક કરી તેની ક્ષમતા 10 લાખ સુધી લઈ જાય છે. જેનથી સંપૂર્ણ સિસ્ટમ જ ક્રેશ થઈ જાય છે. બીજી ટેક્નીક છે Internet Protocol Hijack. તેમાં હેકર્સ કોઈ વેબસાઈટ અથવા ઇન્ટરનેટ એકાઉન્ટને ઓનલાઇન ટ્રાફિક દ્વારા ચીન ડાઈવર્ટ કરી ટાર્ગેટ સુધી લઇ જાય છે. જેથી તેનો ઉપયોગ સર્વેલન્સમાં થઈ શકે.


આ પણ વાંચો:- WHO એ કોરોના વાયરસ મુદ્દે આપી મોટી ચેતવણી, કહ્યું આ પ્રકારે નહી આપી શકીએ માત


યશસ્વી યાદવે કહ્યું કે, ભારતીય સુરક્ષા એજન્સીઓની સૌથી મોટી સફળતા છે કે, આમાંથી એક પણ સાયબર અટેકને સફળ થવા દેવામાં આવ્યો નહીં. આ અટેક્સને મોટાભાગે બેંકિંગ સેક્ટર, ઇન્ફોર્મેશન સેન્ટર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેન્ટરને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે જેથી મોટા સ્તર પર ભય ફેલાવી શકાય.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube