બેઇજિંગઃ ચીનમાં કોરોના વાયરસનો કહેર સતત જારી છે. પાછલા 24 કલાકમાં આ વાયરસથી અહીં વધુ 17 લોકોના મોત થયા છે. આ સાથે મૃત્યુઆંક વધીને 3136 થઈ ગયો છે. કોરોનાના કહેર વચ્ચે રાષ્ટ્રપતિ શિ જિનપિંગે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, કોરોનાના મુખ્ય કેન્દ્ર હુબેઈ પ્રાંત અને તેની રાજધાની વુહાનમાં આ જીવલેણ વાયરસ પર કાબુ મેળવી લેવાયો છે. પાકિસ્તાનમાં પણ કોરોનાના વધતા કેસોથી હડકંપ મચી ગયો છે. પાકિસ્તાનના સૌથી મોટા શહેર અને સિંધ પ્રાંતની રાજધાની કરાચીમાં જીવલેણ કોરોના વાયરસના નવ મામલા એક દિવસમાં સામે આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાના કેન્દ્ર વુહાનમાં શી જિનપિંગની મોટી જાહેરાત
ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે કોરોના વાયરસનો પ્રકોપ સામે આવ્યા બાદ મંગળવારે પોતાની પ્રથમ યાત્રા પર વાયરસ પ્રભાવિત વુહાન શહેર પહોંચ્યા હતા. સત્તારૂઢ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇનાના મહાસચિવ જિનપિંગે આ મહામારીના નિવારણના ઉપાયોની તપાસ માટે વુહાન પહોંચ્યા હતા. આ પ્રવાસ પર તેમણે જાહેરાત કરતા કહ્યું કે કોરોના વાયરસના મુખ્ય કેન્દ્ર વુહાનમાં તેના પર કાબુ મેળવી લેવાયો છે. જિનપિંગે કહ્યું, 'હુબેઈ અને વુહાનમાં આ વાયરસને કાબુ કર્યાં બાદ હવે સ્થિતિને સામાન્ય કરવામાં પ્રારંભિક સફળતા મળી છે.'


કોરોના વાયરસ પર મજાક પડી ભારે, મુશ્કેલીમાં ભારતીય મૂળના બે આફ્રિકી નાગરિક  


ચીનમાં કોરોનાથી મૃતકોની સંખ્યા 3136 થઈ
ચીની અધિકારીઓએ જણાવ્યું કે, કોરોના વાયરસના 19 નવા મામલાની પુષ્ટિ થઈ છે અને સોમવારે તેનાથી વધુ 17 લોકોના મોત થયા છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગ (એનએચસી)એ જણાવ્યું કે, હુબેઈ પ્રાંત અને તેની રાજધાની વુહાનમાં આ 17 લોકોના મોત થયા છે. કોરોના વાયરસથી વિશ્વભરમાં મૃત્યુઆંક ચાર હજારથી વધુ પહોંચી ગયો છે. ચીનમાં આ વાયરસથી વધુ 17 લોકોના મોત થયા છે. 100થી વધુ દેશોમાં ફેલાયેલા આ વાયરસથી મૃતકોની સંખ્યા 4,011 પહોંચી ગઈ છે જ્યારે તેનાથી 110,000થી વધુ લોકો પ્રભાવિત છે. 


પાકિસ્તાનમાં વધ્યા કોરોનાના કેસ
પાકિસ્તાનમાં પણ કોરોના વાયરસના સતત વધી રહેલા કેસોથી હડકંપ મચી ગયો છે. પાકિસ્તાનના સૌથી મોટા શહેર અને સિંધ પ્રાંતની રાજધાની કરાચીમાં જીવલેણ કોરોનાના એક દિવસમાં નવ કેસ સામે આવ્યા છે. સર્વાધિક પ્રભાવિત પ્રાંત સિંધમાં આ બીમારીના વધુ બે મામલા સામે આવ્યા છે. આ સાથે દેશમાં આ બીમારીનો શિકાર કુલ લોકોની સંખ્યા હવે 18 થી ગઈ છે. તેમાંથી 15નો સંબંધ સિંધ સાથે છે અને તેમાં પણ મોટા ભાગના રાજધાની કરાચીના રહેવાસી છે. કેનેડામાં કોરોનાથી પ્રથમ મોત થયું છે. પશ્ચિમી પ્રાંત બ્રિટિશ કોલંબિયાના સ્વાસ્થ્ય અધિકારીઓએ આ જાણકારી આપી છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો વિશ્વના અન્ય સમાચાર