નવી દિલ્હી : ભારત અને અમેરિકાની વચ્ચે વધી રહેલા સંબંધો ચીનને પસંદ નથી આવી રહ્યા. ચીનનાં સરકારી અખબારે તે વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો છે કે ભારતનો હિતેષી અમેરિકા નહી પરંતુ ચીન છે જે ઘણા પ્રકારે તેમનો સહયોગ કરી શકે છે. ચીને સલાહ આફતા કહ્યું કે, ઝડપથી આગળ વધી રહેલા ચીનને રોકવાના અમેરિકાનાં પ્રયાસને ભારતે ભાગીદાર ન બનવું જોઇએ. ગ્લોબલ ટાઇમ્સે સંપાદકીયમાં લખ્યું છે કે, ભારતને અમેરિકાની જાળમાં ફસાવાના બદલે પોતાનાં વિકાસનાં રસ્તાઓ માટે ચીન તરફ વલણ કરવું જોઇએ. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકા અને ભારત વચ્ચે થનાર 2+2 મંત્રણા રદ્દ થવા સંદર્ભે સંપાદકિયમાં કહ્યેવામાં આવ્યું કે, અમેરિકા ભારત પ્રત્યે પોતાના તરફથી ઘણી નિષ્ઠા દાખવી રહ્યું છે જો કે શું આ નિષ્ઠાની ભારતીયોને સૌથી વધારે જરૂર છે કે પછી કોઇ કિંમત છે જે નિર્ધારિત નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, ચીને ભારતને આ સલાહ એવા સમયે આપી છે કે જ્યારે હાલમાં જ અમેરિકાએ ભારત સાથે 2+2 મંત્રણાને ટાળી દીધી હતી. અમેરિકા અને ભારતના સંરક્ષણ અને વિદેશ મંત્રીઓ વચ્ચે આ મંત્રણા 6 જુલાઇએ વોશિંગ્ટમાં યોજાવાની હતી. માનવામાં આવી રહ્યું છે કે અમેરિકા અને ભારત વચ્ચે ખટાસ વધી રહી છે. ભારતને અમેરિકા બેવડા પ્રતિબંધોથી ડરાવી રહ્યું છે. 

પહેલું જો રશિયા પાસેથી એસ 400 મિસાઇલ સિસ્ટમ સમજુતી કરે છે તો અને બીજું જો ભારત ઇરાન પાસેથી તેલ આયાત કરવાનું બંધ નથી કરતું તો. એવા સમયે ચીને ભારત સાથે સંબંધો ગાઢ કરવાનો પ્રયાસ ચાલુ કરી દીધો છે. ગ્લોબલ ટાઇમ્સ ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીનું મુખ પત્ર માનવામાં આવે છે. અખબારે સ્પષ્ટ જણાવ્યું છે કે, ઇન્ડો પેસિફિક સ્ટ્રેટિજીથી પ્રાકત કરવાથી ભારતને ફાયદા કરતા વધારે નુકસાન થવાનું છે. અમેરિકાની રણનીતિનો એખ જ ઉદ્દેશ્ય છે કે ચીનનાં ઉભારની તુલનાએ ભારતમાં મોટી ભુમિકા નિભાવેઅમેરિકા જેવી ઇચ્છે છે શું ભારત પણ તેવી ભુમિકા ભજવવા માંગે છે. એ ન ભુલવું જોઇએ કે આ રણનીતિમાં ચીનનો એક મજબુર મિલિટરી એન્ગલનો પણ સમાવેશ થાય છે. 

લેખમાં ચેતવણી આપવામાં આવી કે અમેરિકાની રણનીતિક ભારતનાં સ્થાનિક વિકાસમાં મદદગાર નહી પરંતુ બાધા ઉત્પન્ન કરવાની છે. તેમાં કહેવાયું કે ભારત ચીન પાસેથી પોતાના પગ પર જ ઉભા થતા શીખી શકે છે. અને તેનાં કારણે એશિયા જ નહી પરંતુ સમગ્ર વિશ્વમાં તેનું સ્થાન નક્કી થશે.ભારત હાલ વિકાસનાં એક મહત્વપુર્ણ વળાંક પર ઉભુ છે અને તેનો સૌથી મહત્વનો પડકાર છે કે તે કઇ રીતે ગ્લોબલ પ્રોડક્શન ચેનનો હિસ્સો બનવા માટે મેન્યુફેક્ચરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પાયો મુકે છે. 
જો કે ચીને ચેતવણીનાં સુરમાં કહ્યું કે, ભારત જો અમેરિકાની રણનીતિ પર આગળ વધશે તો ન માત્ર ચીન પરંતુ અન્ય પાડોશી દેશો પાસેથી પણ સહયોગની ભવિષ્યની સંભાવનાઓ ગુમાવી બેસશે.