Christmas Day Celebration: શા માટે ઉજવાય છે ક્રિસમસ? જાણો સાન્તા ક્લોઝ અને ગીફ્ટનો કોન્સેપ્ટ કેવી રીતે આવ્યો?
Christmas Day 2022: ખ્રિસ્તીઓ માટે નાતાલનું મહત્વ ઘણું વધારે છે. આ તહેવાર ભગવાન ઇસુના જન્મ પ્રસંગે ઉજવવામાં આવે છે. નાતાલનો તહેવાર ફક્ત ખ્રિસ્તીઓમાં જ નહીં પરંતુ તમામ ધર્મોમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. દર વર્ષે 25 ડિસેમ્બરે નાતાલનો તહેવાર ઉજવવામાં આવે છે. જો કે આ તહેવાર ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ દ્વારા ઉજવવામાં આવે છે.
Christmas Day 2022: નાતાલનો પર્વ તે પ્રભુ ઇસુ ખ્રિસ્તની જન્મ જયંતિ છે અને એ વિશ્ર્વભરમાં 25 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. જો કે, બાઇબલમાં 25 ડિસેમ્બરના દિવસે જ ઈસુનો જન્મ થયો હોવાનો કોઇ પ્રત્યક્ષ ઉલ્લેખ નથી. પરંતુ તેમાં એવી અનેક બાબતો મળી આવે છે કે જે એ સમયગાળાનો નિર્દેશ કરતી જણાય છે જેમકે, એ સમયે ઘેટાપાળકોની ઘેટાઓ સાથેની સીમોમાં હાજરી એ વસંતના સમયનો ઉલ્લેખ કરે છે.
ખ્રિસ્તીઓ માટે નાતાલનું મહત્વ ઘણું વધારે છે. આ તહેવાર ભગવાન ઇસુના જન્મ પ્રસંગે ઉજવવામાં આવે છે. નાતાલનો તહેવાર ફક્ત ખ્રિસ્તીઓમાં જ નહીં પરંતુ તમામ ધર્મોમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. દર વર્ષે 25 ડિસેમ્બરે નાતાલનો તહેવાર ઉજવવામાં આવે છે. જો કે આ તહેવાર ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ દ્વારા ઉજવવામાં આવે છે.
જાણો ક્રિસમસનું મહત્વ-
ખ્રિસ્તીઓ માટે નાતાલ એટલે કે ક્રિસમસનું સૌથી વધારે મહત્વ હોય છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે ક્રિસમસનો તહેવાર 1 દિવસનો નથી પરંતુ સંપૂર્ણ 12 દિવસનો તહેવાર છે અને આ તહેવાર ક્રિસમસની પૂર્વ સંધ્યાથી શરૂ થાય છે. ક્રિસમસની પૂર્વ સંધ્યા ધાર્મિક અને બિન-ધાર્મિક બંને પરંપરાઓ સાથે સંકળાયેલી હોય છે. આ પરંપરાઓનું મુખ્ય કેન્દ્ર ભગવાન ઇસુનો જન્મ છે. ખ્રિસ્તી ધર્મના પણ પોતાના સંપ્રદાયો છે જે વિવિધ પરંપરાઓ ધરાવે છે. આ દિવસે રોમન કૅથલિકો અને એંગ્લિકન્સ મિડનાઇટ માસનું આયોજન કરે છે. લ્યુથરન્સ મીણબત્તી પ્રકાશ સેવા અને ક્રિસમસ કેરોલ્સ સાથે ઉજવણી કરે છે. ઘણા ઇવેન્જેલિકલ ચર્ચ સાંજની સેવાઓ રાખે છે જ્યાં પરિવારો પવિત્ર સંવાદ કરે છે.
જાણો શા માટે કહેવામાં આવે છે મેરી ક્રિસમસ-
‘હેપ્પી ક્રિસમસ’ને બદલે ‘મેરી ક્રિસમસ’ કહેવાનો સો વર્ષ જૂનો રિવાજ છે. તેની શરૂઆત 1534 માં નોંધવામાં આવી છે, જ્યારે (1500 ના દાયકામાં એક અંગ્રેજી કેથોલિક ધાર્મિક બિશપે) થોમસ ક્રોમવેલને લખેલા ક્રિસમસ પત્રમાં તેની રચના કરી હતી.
જાણો સાન્તા ક્લોઝ અને ગીફ્ટનો કોન્સેપ્ટ કેવી રીતે આવ્યો?
સાન્તા ક્લોઝ જેમનું પ્રતીક છે એવા સંત નિકોલસ તેમની ભેટ આપવાની પ્રથા માટે જાણીતા હતા. ઈસુએ કહ્યું હતું કે, જેની પાસે વધારે હોય તે પોતાના જરૂરીયાતમંદ માનવબંધુને આપે, તેમની આ જ વાતનાં આધારે તેમના શિષ્યોએ પણ સ્વીકાર્યુ કે ખુશીથી આપનારને દેવ ચાહે છે તેથી જે ગરીબને આપે છે તે પ્રભુને ઉછીનું આપે છે.આ સિધ્ધાંતોનાં આધારે ખ્રિસ્તી ધર્મમાં ઈસુના જન્મની ઉજવતી પ્રસંગે ભેટ આપીને પ્રેમ દર્શાવવાની પ્રથા શરૂ થઈ અને એ પ્રથાને વિશ્ર્વવ્યાપી બનાવવાનું શ્રેય સંત નિકોલસને આપી શકાય.સંત નિકોલસે ત્રણ ગરીબ છોકરીઓને છુપી રીતે મદદ કરીને વેશ્યાવૃતિમાં ધકેલાઇ જતા બચાવી હતી એ પ્રસંગ ખૂબ જાણીતો છે.