Canada માં ખાલિસ્તાની સમર્થકોની બબાલ, દિવાળીની ઉજવણી પર ભારતીયો સાથે હિંસક માથાકૂટ
કેનેડાથી ખાલિસ્તાન સમર્થકો દ્રારા ભારત વિરૂદ્ધ કરવામાં આવતી ગતિવિધિઓને લઇને ભારત સરકારે કેનેડાની સરકાર સામે વિરોધ પણ કર્યો છે. પરંતુ ખાલિસ્તાન સમર્થકો અને ખાલિસ્તાન મૂવમેંટ સાથે જોડાયેલા લોકો વિરૂદ્ધ કોઇ કડક કાર્યવાહી થઇ નથી. કેનેડાની સરકાર પર ખાલિસ્તાન સમર્થકોનું તુષ્ટિકરણ કરવાના આરોપ લાગેલા છે.
Khalistan Canada News: કેનેડામાં દિવાળીની ઉજવણી દરમિયાન ખલિસ્તાન સમર્થકો અને ભારતીયો વચ્ચે હિંસક માથાકૂટ થઇ ગઇ છે. મિસિસોગામાં ખાલિસ્તાન સમર્થક (Khalistan Supporters) ભારતીય સમુદાયના લોકો સાથે ટકરાયા હતા. દિવાળીના અવસર પર થઇ રહેલી પાર્ટીમાં ખાલિસ્તાન સમર્થક બળજબરીપૂર્વક ઘૂસી આવ્યા. ખાલિસ્તાન સમર્થકોએ ભારતીય સમુદાયના લોકો સાથે મારઝૂડ કરી. ખાલિસ્તાની સમર્થકો અને ભારતીયોની અથડામણની તસવીરો તથા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે, જેમાં એક તરફ લોકો તિરંગો લહેરાવતાઅ નજરે પડે છે તો બીજી તરફ ખાલિસ્તાની સમર્થક ખાલિસ્તાનનો ધ્વજ બતાવી રહ્યા છે.
ભારતીયો પર ખાલિસ્તાન સમર્થકોનો હુમલો
તમને જણાવી દઇએ કે હુમલો કરવા અને તેમની દિવાળો પર ખાલિસ્તાની નારા લખવા પહેલાં જ કેનેડામાં ખાલિસ્તાની સમર્થક કરી ચૂક્યા છે. ખાલિસ્તાનનું સમર્થન કરનારા અને ખાલિસ્તાન મૂવમેન્ટ સાથે જોડાયેલા કેટલાક નેતા કેનેડામાં રહે છે અને ત્યાં ખુલ્લેઆમ ભારત વિરૂદ્ધ પોતાની ગતિવિધિઓ કરે છે. કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે દિવાળીના અવસરે કેનેડામાં ખાલિસ્તાની સમર્થકોએ ભારતીય સમુદાયના લોકો પર હુમલો કર્યો ત્યારે ત્યાં પોલીસ હાજર હતી પરંતુ તેમની સાથે ઉપદ્રવીઓને અટકાવ્યા નથી. પોલીસ તમાશો જોતો રહી.
ભારત વિરોધી ગતિવિધિઓને કેનેડાથી આપી રહ્યા છે અંજામ
જાણી લો કેનેડાથી ખાલિસ્તાન સમર્થકો દ્રારા ભારત વિરૂદ્ધ કરવામાં આવતી ગતિવિધિઓને લઇને ભારત સરકારે કેનેડાની સરકાર સામે વિરોધ પણ કર્યો છે. પરંતુ ખાલિસ્તાન સમર્થકો અને ખાલિસ્તાન મૂવમેંટ સાથે જોડાયેલા લોકો વિરૂદ્ધ કોઇ કડક કાર્યવાહી થઇ નથી. કેનેડાની સરકાર પર ખાલિસ્તાન સમર્થકોનું તુષ્ટિકરણ કરવાના આરોપ લાગેલા છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube