સ્ટોકહોમઃ કિશોર વયની સ્વીડિશ જળવાયુ પરિવર્તન(Climate Change) કાર્યકર્તા ગ્રેટા થનબર્ગને(Greta Thunberg) 2019ના 'રાઈટ લાઈવલીહૂડ એવોર્ડ' (Right Livelihood Award 2019) માટે બુધવારે પસંદ કરવામાં આવી છે. આ એવોર્ડ સ્વીડનના નોબલ પ્રાઈઝનો વિકલ્પ(Alternative Nobel Prize) માનવામાં આવે છે. ગ્રેટા સહિત કુલ ચાર વ્યક્તિને આ એવોર્ડ માટે પસંદ કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાઈટ લાઈવલીહૂડ ફાઉ્ડેશને એક નિવેદનમાં જણાવ્યું કે, "વૈજ્ઞાનિક હકીકતોના આધારે જળવાયુ પરિવર્તનની થતી આડઅસરો અટકાવવા માટે રાજકીય નેતૃત્વ સામે તાત્કાલિક પગલાં ભરવાની માગણી કરવા અને લોકોને જળવાયુ પરિવર્તન બાબતે જાગૃત કરવા"નાં તેનાં પ્રયાસોને કારણે આ એવોર્ડ માટે પસંદ કરાઈ છે. 


16 વર્ષની ગ્રેટાએ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રો દ્વારા આયોજિત ક્લાઈમેટ સમિટમાં જળવાયુ પરિવર્તનને નાથવામાં નિષ્ફળ રહેલા વૈશ્વિક નેતાઓની પોતાના ભાષણમાં નિંદા કરી હતી. તેણે એક વર્ષ પહેલા સ્વીડિશ સંસદની સામે સાપ્તાહિક ધોરણે વિરોધ પ્રદર્શન કરવાની શરૂઆત કરી હતી. ગ્રેટ દર શુક્રવારે સ્કૂલમાં રજા પાડીને જળવાયુ પરિવર્તન માટે નક્કર પગલાં લેવાની માગ સાથે સ્વીડિશ સંસદની સામે બેનર લઈને આખો દિવસ ધરણા-પ્રદર્શન કરે છે. 


તમે અમારા સપના, અમારું બાળપણ તમારા ખોખલા શબ્દોથી છિનવ્યું...તમે અમને અસફળ બનાવી દીધા'


ગ્રેટા પાસેથી પ્રેરણા મેળવીને શુક્રવારે લાખોની સંખ્યામાં યુવાનો ગલીઓમાં ઉતરી આવ્યા હતા અને સમીટમાં ભાગ લેવા આવેલી સરકારોને જળવાયુ પરિવર્તન મુદ્દે તાત્કાલિક પગલાં ભરવાની માગ કરી હતી. 


થનબર્ગની સાથે આ એવોર્ડ જીતનારા અન્ય લોકોમાં યાનોમામી લોકોની નેતા ડાવી કોપેનાવા, ચીની મહિલાઓના અધિકાર માટે લડત ચલાવતી વકીલ ગ્યુઓ જેનમેઈ અને પશ્ચિમ સહારામાં માનવ અધિકારોના રક્ષણ માટે લડત ચલાવતા એમિનાટી હૈદરને પણ 'રાઈટ લાવલીહૂડ એવોર્ડ' માટે પસંદ કરાયા છે. 


UN જળવાયુ પરિવર્તન સંમેલન: માત્ર વાતો નહીં, કામ કરવું પડશે-પીએમ મોદી


સંસ્થાએ એક નિવેદનમાં જણાવ્યું કે, "2019ના રાઈટ લાઈવલીહૂડ એવોર્ડ સાથે અમે ચાર વિશેષ સ્વપ્નદૃષ્ટાઓના નેતૃત્વનું સન્માન કર્યું છે, જેમણે લાખોની સંખ્યામાં લોકોને તેમને મળેલા આનુવાંશિક અધિકારોની સુરક્ષા માટે પ્રેરિત કરવા અને પૃથ્વી પર ભવિષ્યનું જીવન જીવવાલાયક બનાવવા માટે લડત ચલાવી રહ્યા છે."


આ ચાર વૈકલ્પિક નોબેલ વિજેતાઓને ઈનામ તરીકે 1 લાખ સ્વિડીશ ક્રાઉન (1,03,000 ડોલર) આપવામાં આવશે. 


જુઓ LIVE TV....


દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...