મેડ્રીડઃ સંયુક્ત રાષ્ટ્રોના સેક્રેટરી જનરલે(UN Secretary General) ચેતવણી ઉચ્ચારી છે કે, જળવાયુ પરિવર્તન(Climate Change) હવે એ બિન્દુએ પહોંચી જશે જ્યાંથી તેને પાછું લાવવું મુશ્કેલ(Point of no Return) બની જશે. જળવાયુ સમિટથી(COP25 Climate Conference) પહેલાં એન્ટોનિયો ગુટેરસે(Antonio Guteres) જણાવ્યું કે, જળવાયુ સંકટને(Climate crisis) દૂર કરવાનાં પ્રયાસોને વધુ સખત બનાવવાની જરૂર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોમવારે COP25 Climate Conference શરૂ થાય એ પહેલા રવિવારે પત્રકારો સાથેની વાતચીતમાં ગુટેરસે(Guteres) જણાવ્યું કે, "પરત ન આવવાના બિંદુનો અર્થ છે કે, આપણી પાસે કોઈ પણ પ્રકારની સંભાવનાઓ બચશે નહીં. તેનાથી આપણને જ નુકસાન પહોંચવાનું છે."


જળવાયુ પરિવર્તન(Climate Change) અંગે સંયુક્ત રાષ્ટ્રો દ્વારા બનાવાયેલા કન્વેન્શનનાં સભ્ય 200 રાષ્ટ્રોનાં પ્રતિનિધિઓ, એનજીઓ, વૈજ્ઞાનિક સમુદાયના પ્રતિનિધીઓ, ઉદ્યોગ જગતના માંધાતાઓ અને ચળવાળકારો સ્પેનની રાજધાની મેડ્રીડ પહોંચી ચૂક્યા છે. 


હોલિવૂડની આ અભિનેત્રીએ PM મોદીને લખ્યો પત્ર, આ મુદ્દે કર્યો આગ્રહ


ગુટેરસે જણાવ્યું કે, "COP25 ઉપરાંત હું જળવાયુ પરિવર્તનને નાથવા માટે નક્કર પગલાં અને પ્રતિબદ્ધતાની અપેક્ષા રાખું છું. તમામ દેશોનાં નેતાઓએ આ બાબતે જવાબદારી લેવી પડશે અને જવાબદેહ બનવું પડશે. તેમાં જરા સરખી પણ લાપરવાહી માનવ સમુદાય અને ભવિષ્યની પેઢીઓ સાથે છેતરપીંડિ કહેવાશે."


COP25નું આયોજન લેટિન અમેરિકન દેશ ચીલીમાં કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યાં અચાનક સામાજિક વિદ્રોહ શરૂ થઈ જતાં આ સંમેલન મેડ્રીડમાં ખસેડવામાં આવ્યું છે. 'જળવાયુ પરિવર્તન' અને '2015 પેરિસ એગ્રીમેન્ટ'ના નિયમો નક્કી કરવા ઉપરાંત 12 દિવસ સુધી ચાલનારા આ સંમેલનમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવા સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....