કાઠમંડુઃ હિન્દુ કુશ હિમાલય પર્વતમાળાનો એક તૃતિયાંશ જેટલો બરફ આ સદીના અંત સુધીમાં જળવાયુ પરિવર્તનને કારણે પીગળી જશે. તાજેતરમાં જ થયેલા એક અભ્યાસ મુજબ જો આવનારા દાયકામાં પેરીસ ક્લાઈમેટ ચેન્જમાં નક્કી કરવામાં આવેલા ધ્યેય મુજબ ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં ઘટાડો કરવામાં નહીં આવે તો હિમાલયન પર્વતમાળાને મોટું નુકસાન પહોંચી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોમવારે જાહેર થયેલા અભ્યાસ મુજબ તાપમાનમાં થઈ રહેલા વધારાના કારણે હિન્દુ કુશ હિમાલયન રેન્જમાં આવતા 8 દેશ - ભારત, ચીન, મયાનમાર, નેપાળ, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન પર ગંભીર ખતરો તોળાઈ રહ્યો છે. 


હિન્દુ કુશ હિમાલયન પર્વતમાળામાંથી જે બરફ ઓગળે છે તે 10 મહત્વની નદીઓના મૂખમાંથી પસાર થાય છે અને લગભગ 1.9 બિલિયન લોકોને પીવાનું પાણી, સિંચાઈનું પાણી અને ઉર્જાની જરૂરિયાત પૂરી કરે છે. ટૂંકમાં વિશ્વની એક ચતુર્થાંશ વસતી આ નદીઓ પર આધારિત છે. 


સૌથી ગરમ દાયકા તરફ આગળ વધી રહી છે પૃથ્વી, તુટી જશે તમામ રેકોર્ડ...


કાઠમંડુ ખાતે આવેલી આંતરરાષ્ટ્રીય સંસ્થા માઉન્ટેઈન ડેલપમેન્ટના પ્રમુખ વૈજ્ઞાનિક અને આ રિપોર્ટ તૈયાર કરનારા ફિલિપ વેસ્ટરે જણાવ્યું કે, "સ્થિતીએ ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું છે. અમે તેના પર ધ્યાન આપી રહ્યા છીએ અને ચિંતિત પણ છીએ. જળવાયુ પરિવર્તન અંગે તાત્કાલિક પગલાં લેવા અનિવાર્ય છે."


1970ના દાયકા સુધી હિમાલયના ગ્લેશિયરો વધુ થીજ્યા હતા અને વધુ પહોળા બન્યા હતા, પરંતુ ત્યાર બાદ તાપમાનમાં સતત થઈ રહેલા વધારાની અવળી અસરો તેમના પર પડી છે. 


IMFએ ઉચ્ચારી ચેતવણી: વૈશ્વિક અર્થવ્યવસ્થા પર છવાયા છે મંદીના વાદળ


જળવાયુ પરિવર્તનની સીધી અસર અહીંના ખેડૂતો પર પડશે, કેમ કે તેઓ વિશ્વની મોટાભાગની વસતી માટે ખાદ્યાન્નનું ઉત્પાદન કરે છે. આ વિસ્તારમાં લગભગ 70 ટકા વસતી ખેડૂતોની છે અને અહીં અત્યારથી જ ખાદ્ય સુરક્ષાનું જોખમ પેદા થઈ ગયું છે. 


તાપમાન વધવાની અસર જીવજંતુઓથી માંડીને દરેક વસ્તુઓ પર પડશે. ભયાનક પૂર અને કારમો દુષ્કાળ આ વિસ્તારમાં ખાદ્યાન્ન ઉત્પાદનને નુકસાન પહોંચાડશે. જો ગ્લેશિયરો ઓગળવા લાગશે તો અહીં આવેલી નદીઓ ગંગા, યાગત્ઝ, મેકોંગ અને ઈન્ડસ પર બનેલા વીજમથકો પણ પ્રભાવિત બનશે. 


'ધ હીન્દુ કુશ હિમાલયન એસેસમેન્ટ' રિપોર્ટ લગભગ 200થી વધુ વૈજ્ઞાનિકોએ ભેગા મળીને તૈયાર કર્યો છે અને આ વિસ્તારનો લાંબા સમય સુધી અભ્યાસ કર્યા બાદ વિસ્તૃત આંકડાવાર રિપોર્ટ તૈયાર કરાયો છે.  


વિશ્વના વધુ સમાચાર જાણવા અહીં ક્લિક કરો...