રિક્શા ચાલકનાં ખાતામાં આવ્યા 3 અબજ રૂપિયા, માહિતી મળી તો ધ્રુજવા લાગ્યો
પોતાની પુત્રી માટે 300 રૂપિયાની જુની સાઇકલ ખરીદવા માટે એક વર્ષ પૈસા જમા કરાવનારા રિક્શા ચાલકે પોતાના બેંક ખાતામાં ત્રણ અબજ રૂપિયાનું હસ્તાંતરણ થતું જોઇને દંગ રહી ગયા
કરાંચી : પોતાની પુત્રી માટે 300 રૂપિયામાં ઘસાયેલી જુની સાઇકલ ખરીદવા માટે આખુ વર્ષ પૈસા જમા કરનાર એક રિક્શા ડ્રાઇવરનાં ખાતામાં 3 અબજ રૂપિયા (પાકિસ્તાની ચલણ) જમા થઇ ગયેલું જોઇને તે દંગ રહી ગયા હતા. તેઓ પોતાનાં આ ખાતાનો ઉપયોગ પણ નહોતા કરતા. મની લોન્ડ્રિંગ ગતિવિધિઓનો શિકાર બનેલા મોહમ્મદ રશીદ ખાન 43 વર્ષીય રિક્શા ચાલકે જણાવ્યું કે, જ્યારે મારા ખાતામાં આટલા પૈસા જમા થઇ ગયા હોવાની માહિતી મળી તો હું પરસેવે રેબઝેબ થઇ ગયો હતો અને ધ્રુજવા લાગ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનનાં નવા વડાપ્રધાન ઇમરાન ખાને નાણા સંશોધનની ગતિવિધિઓ પર પ્રતિબંધ લગાવવાનો સંકલ્પ લીધો છે.
રશીદને જ્યારે તપાસ એજન્સીમાંથી ફોન આવ્યો ત્યારે તે છુપાવાનું વિચારી રહ્યા હતા, પરંતુ મિત્રો અને પરિવારે સમજાવ્યા બાદ તેઓ અધિકારીઓની સાથે સહયોગ કરવા માટે તૈયાર થઇ ગયા. માત્ર તેમનો જ કિસ્સો જ નહી પરંતુ પાકિસ્તાની અખબારોમાં આવી ઘટના વારંવાર પ્રકાશિત થતી રહે છે.
આ પ્રકારની ઘટનાઓ હેઠળ કોઇ ગરીબ વ્યક્તિના ઘણા સમયથી ઉપયોગ નહોતો કરવામાં આવ્યા ખાતામાં ઘણી રકમ આવી જાય છે અને અચાનક તે હસ્તાંતરિક પણ થઇ જાય છે. આપ્રકારે, કરોડો ડોલર દેશથી બહાર જતુ રહે છે. રશીદ આ મુદ્દે આખરે દોષમુક્ત થઇ ગયા છે પરંતુ તેની બેચેની યથાવત છે.
તેમણે કહ્યું કે, મે મારૂ ભાડાની રિક્શા રસ્તા પર ચલાવવાનું બંધ કરી દીધું છે કારણ કે મને ડર છે કે કેટલાક અન્ય તપાસ એજન્સીઓ મને ઉઠાવી શકે છે. રશીદે જણાવ્યું કે, તણાવના કારણે તેમની પત્ની બિમાર પડી ગઇ છે. કેટલીક પળો માટે અઢળક સંપત્તી મેળવવાનાં થોડા જ અઠવાડીયા પહેલા તેમણે પોતાની પુત્રી માટે 300 રૂપિયાની જુની ઘસાયેલી સાઇકલ ખરીદી હતી.