Viral News: આ દેશમાં સોના કરતા પણ મોંઘા વેચાય છે કોન્ડોમ, એક પેકેટનો ભાવ જાણી ચોંકી જશો
ગર્ભધારણ ન ઈચ્છતા હોવ તો શું કરો? આ સવાલના જવાબમાં સામાન્ય રીતે બે વિકલ્પ જોવા મળે. એક તો કોન્ડોમ અને બીજો દવા. અનેક દેશોમાં અબોર્શન પર પ્રતિબંધ છે અને તે સંલગ્ન અલગ અલગ નિયમો પણ છે. આવામાં ગર્ભનિરોધના આ જ વિકલ્પો અજમાવવામાં આવતા હોય છે. જેને લઈને જાગૃતતા અભિયાન પણ ચલાવવામાં આવે છે. આવા દેશોમાં સરકાર દ્વારા આ દવાઓ અને કોન્ડોમ વિના મૂલ્યે પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જો કે દુનિયામાં એક દેશ એવો પણ છે જ્યાં કોન્ડોમની કિંમત કદાચ સોના કરતા પણ વધુ છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ આ દેશમાં કોન્ડોમનું એક પેકેટ 60 હજાર રૂપિયા સુધી વેચાય છે. અહીં ગર્ભનિરોધક ગોળીઓ પણ ખુબ મોંઘી છે. જેની કિંમત 5થી 7 હજાર રૂપિયા છે. તમને એમ થતું હશે કે એવો તે કયો દેશ છે જ્યાં કોન્ડોમની કિંમત આટલી વધુ છે. તો જે દેશની વાત થઈ રહી છે તેનું નામ છે વેનેઝુએલા.
આ વેનેઝુએલા દેશમાં હાલમાં જ એક સ્ટોર પર જ્યારે કોન્ડોમનું એક પેકેટ 60 હજાર રૂપિયામાં વેચાયું તો આ સમાચાર આખી દુનિયામાં આગની જેમ ફેલાયા. સોશયિલ મીડિયામાં પણ ખુબ વાયરલ થઈ રહ્યા છે. અહીંના લોકો કોન્ડોમની આટલા ભાવથી ખુબ પરેશાન છે અને હાલ તેને લઈને સરકાર તરફથી કોઈ પગલાં લેવાયા નથી.
આખરે આટલા ભાવવધારા પાછળ કારણ શું છે. વાત જાણે એમ છે કે દક્ષિણ અમેરિકાના આ દેશમાં કોઈ પણ સ્થિતિમાં ગર્ભપાત કાયદેસર રીતે અપરાધ છે. જેલ જવાનું ન થાય કે અબોર્શનની સ્થિતિ ન બને તે માટે લોકો પહેલેથી અલર્ટ રહે છે અને સાવધાની રાખી સંબંધ બનાવે છે. વર્લ્ડ પોપ્યુલેશન રિપોર્ટ 2015 મુજબ વેનેઝુએલામાં ટીનએજ પ્રેગ્નેન્સીના પણ સૌથી વધુ કેસ નોંધાયા હતા. બંને સ્થિતિમાં ગર્ભનિરોધકના સાધનો આટલા મોંઘા બની જાય તે અનેક પ્રકારના સવાલ ઊભા કરે છે. અહીં એક ખાસ વાત એ પણ જાણવી જરૂરી છે કે વેનેઝુએલામાં રેકોર્ડબ્રેક મોંઘવારી છે.
વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube