ઇસ્લામાબાદ: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને અમેરિકામાં જે કપડાં પહેર્યા તેને લઈને વિવાદ ઊભો થયો છે. પાકિસ્તાની મીડિયામાં પ્રકાશિત એક અહેવાલમાં કહેવાયું છે કે દાવો કરાયો છેકે આ કપડાં ઈમરાન ખાનના પત્ની બુશરા બીબીએ એક સામાન્ય દરજી પાસે સીવડાવ્યાં હતાં. પરંતુ એક મોંઘા ડિઝાઈનર સ્ટોરે કઈંક અલગ દાવો કરતા મામલો પેચીદો બની ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈમરાન ખાને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તથા અન્ય અમેરિકી અધિકારીઓ સાથે મુલાકાત દરમિયાન પરંપરાગત પાકિસ્તાની સલવાર કમીઝ અને પોતાની પસંદના પેશાવરી ચપ્પલ પહેર્યા હતાં. ઈમરાનના નજીકના લોકોનું કહેવું છે કે ઈમરાન ખાને સાધારણ કપડાં પહેર્યાં અને તેને સિલાઈ માટે ઓછા પૈસા લેતો હોય તેવા દરજી પાસે સિવડાવ્યાં હતાં. 


ભારતની દેખાદેખીમાં પાકિસ્તાને કહ્યું- અમે પણ મોકલીશું અંતરિક્ષ યાત્રી, થયું ટ્રોલ


પરંતુ ઈસ્લામાબાદ સ્થિત વસ્ત્રોના લક્ઝરી સ્ટોર 'મોહતરમ'એ પોતાની પીઠ થપથપાવતા કહ્યું કે તેણે વડાપ્રધાન માટે સાત સલવાર કમીઝ સિવ્યાં. આ ડિઝાઈનર સ્ટોર ક્યાંયથી પણ સસ્તો ગણાતો નથી. અહીં એક સામાન્ય સલવાર કમીઝ સૂટની ઓછામાં ઓછી કિંમત 16,000 પાકિસ્તાની રૂપિયા હોય છે. જો તેની ઉપર જેકેટ પહેરવું હોય તો તેનો ચાર્જ અલગથી હોય છે. તે પણ ઓછો તો નથી જ હોતો. 


હજુ એ સ્પષ્ટ નથી કે મોહતરમ એ જે કપડાં સિવવાનો દાવો કર્યો છે તે જ કપડાં ઈમરાને અમેરિકામાં પહેર્યા હતાં કે નહીં. જ્યારે ડિઝાઈનર સ્ટોરના સીઈઓ ફહદ સૈફને આ અંગે પૂછવામાં  આવ્યું તો તેમણે કઈં પણ  કહેવાની ના પાડી દીધી. 


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...