નવી દિલ્હી: આખી દુનિયામાં કોરોના વાયરસ (Corona Virus)ના સંક્રમણને જોતાં વિશ્વ આરોગ્ય સંસ્થા-World Health Organizatio (WHO)એ ગ્લોબલ ઇમરજન્સી જાહેર કરી દીધી છે.આ સાથે જ હવે આખી દુનિયામાં આ વાયરસ સામે લડવા માટે એકસાથે કામ કરવામાં આવશે અને તેનાથી સંક્રમણને રોકવા માટે વૈશ્વિક સ્તર પર રસી તૈયાર કરવાનું કામ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

10,000 થી વધુ લોકો થઇ ચૂક્યા છે સંક્રમિત
WHO એ સત્તાવાર પુષ્ટિ કરતાં કહ્યું કે અત્યાર સુધી ચીનથી નિકળેલા કોરોના વાયરસના લીધે આખી દુનિયામાં લગભગ 10,000 લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે. આ ઉપરાંત આ મહામારીના લીધે ફક્ત ચીનમાંથી 213 લોકોના મોત થયા છે. WHO આ ભયાનક વાયરસ સામે લડવા માટે જલદીથી જલદી રસી તૈયાર કરવાના કામમાં લાગી ગયું છે. પરંતુ અત્યાર સુધી કોઇપણ લેબમાં આ વાયરસ સામે લડવા માટે કોઇ રસી તૈયાર થઇ શકી નથી. 


18 દેશો સુધી ફેલાઇ ગયું સંક્રમણ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર અત્યાર સુધી ચીન ઉપરાંત આખી દુનિયાના લગભગ 18 દેશોમાંથી કોરોના વાયરસ સંક્રમણના કેસ સામે આવ્યા છે. કુલ 98 સંક્રમણના કેસ એવા મુસાફરોમાં મળી આવ્યા છે જે હાલમાં ચીનની યાત્રા કરીને પરત ફર્યા છે. WHO પ્રમુખ ટેડરોસ અધાનોમ ધેબ્રેસુસે કહ્યું કે અમારા માટે આ વાયરસના સંક્રમણને રોકવાનું મુખ્ય લક્ષ્ય છે. પરંતુ સાથે જ તેને ગરીબ વર્ગ સુધી ફેલતા પહેલાં ખતમ કરવાનો મુખ્ય પડકાર છે. તમને જણાવી દઇએ કે WHO શરૂઆતમાં આ વાયરસના સંક્રમણનો આંકડો ઓછો હતો. પરંતુ વધતા જતા કેસ અને સતત થઇ રહેલા મોતને જોતા આખરે આ વાયરસના સંક્રમણને વૈશ્વિક ઇમરજન્સી જાહેર કરવી પડી છે. 


આખી દુનિયા કેમ ચિંતિત છે કોરોના વાયરસથી
સંક્રમણના કેસ સાથે સંકળાયેલા એક વિશેષજ્ઞનું કહેવું છે કે ચીનમાં જન્મેલા કોરોના વાયરસથી ચિંતા વ્યાજબી છે. ચીનના સાર્સ વાયરસ વિશે પણ આખી દુનિયાને યોગ્ય જાણકારી ન હતી. સાર્સ ચીનમાં ઝડપથી ફેલાઇ રહ્યો હતો અને નાગરિક સંક્રમિત થઇને મોતને ભેટ્યા હતા. તેમછતાં ચીની અધિકારીઓએ આંતરરાષ્ટ્રીય સંગઠનોથી ચોક્કસ જાણકારી છુપાવી તેના ઓછા કેસ બતાવ્યા હતા. આ ભૂલના લીધે ખતરાનું સાચું અનુમાન ન લગાવી શકાયું અને 17 દેશોમાં હજારો લોકો સાર્સ વાયરસથી સંક્રમિત થયા. જાણકારી છુપાવવાના લીધે યોગ્ય સમયે સાર્સ સામે લડવાની રસી પણ બની શકી ન હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube