નવી દિલ્હીઃ વિશ્વમાં ફરી એકવાર કોરોના વાયરસનો ખતરો વધી રહ્યો છે. ઘણા દેશોમાં કોવિડના કેસમાં અચાનક વધારો થવા લાગ્યો છે. તેને જોતા નિષ્ણાંતોએ ચેતવણી આપી છે. ચેતવણી કોરોનાના ખતરનાક વેરિએન્ટને લઈને જાહેર કરવામાં આવી છે. નિષ્ણાંતોએ કહ્યું કે કોરોનાનો ખતરનાક ડેલ્ટાક્રોન વેરિએન્ટ સામે આવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હજુ સંક્રમણનો ખતરો ટળ્યો નથી
'ધ મિરર'ના રિપોર્ટ પ્રમાણે નિષ્ણાંતોએ કહ્યું છે કે લગભગ દરેક જગ્યાઓ પર પ્રતિબંધો હટવા લાગ્યા છે, તેવામાં કોવિડના નવા વેરિએન્ટ અને તેનો ઝડપથી ફેલાવો થવાનો ખતરો વધવા લાગ્યો છે. પ્રતિબંધ હટાવવાની સાથે આશંકા છે કે વાયરસનું એક ખતરનાક સ્વરૂપ સામે આવી શકે છે. આ પહેલાં દુનિયામાં કોવિડ-19ના ઓમિક્રોન વેરિએન્ટે લોકોને ઝડપથી પોતાની ઝપેટમાં લઈ લીધા હતા. ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે વાયરસના નવા વેરિએન્ટની ખબર તેના આવ્યાના ઘણા દિવસ બાદ લાગે છે. તેવામાં સંક્રમણને લઈને હજુ સાવચેત રહેવાની જરૂર છે. કોરોના વાયરસના નવા ડેલ્ટાક્રોન વેરિએન્ટ હાલમાં સામે આવ્યો છે. આ ડેલ્ટા અને ઓમિક્રોનને મળીને બન્યો છે. 


આ પણ વાંચોઃ Russia-Ukraine War: 124 હેલિકોપ્ટર તબાહ, 15 હજાર રશિયન સૈનિકો ઢેર, યુદ્ધના 28માં દિવસે યુક્રેનનો દાવો


ફેબ્રુઆરીમાં સામે આવ્યો હતો ડેલ્ટાક્રોન
વેલ્સઓનલાઇનના રિપોર્ટ પ્રમાણે ડેલ્ટાક્રોન વેરિએન્ટ વિશે ફેબ્રુઆરીના મધ્યમાં જાણકારી મળી હતી. પેરિસના પાશ્ચર ઇન્સ્ટિટ્યુટના વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસના જેનેટિક સીક્વેન્સ નોટિસ કર્યું જે અત્યાર સુધીના તમામ વેરિએન્ટથી અલગ જોવા મળી રહ્યું હતું. નવા વેરિએન્ટના સેમ્પલ ઉત્તરી ફ્રાંસના એક વૃદ્ધ વ્યક્તિમાં મળ્યા હતા અને અજીબ લાગી રહ્યાં હતા. તેનું જેનેટિક સીક્વેન્સિંગ ડેલ્ટા વેરિએન્ટની જેમ હતું, જે પાછલા વર્ષના અંત સુધી દુનિયામાં મુખ્ય હતો. 


અલગ-અલગ પણ હોઈ શકે છે ડેલ્ટાક્રોન વેરિએન્ટ
પરંતુ સીક્વેન્સનો તે ભાગ જે વાયરસના સ્પાઇક પ્રોટીનને એન્કોડ કરે છે તે ઓમિક્રોનથી આવ્યો છે. અમેરિકામાં માર્ચ સુધી ત્રણ અને હાઇબ્રિડ જેનેટિક સીક્વેન્સની જાણકારી પણ સામે આવી ચુકી છે. નિષ્ણાંતોનું કહેવું છે કે ડેલ્ટાક્રોન વેરિએન્ટ અલગ-અલગ પણ હોઈ શકે છે. પાશ્ચર ઈન્સ્ટિટ્યુટના વૈજ્ઞાનિકોએ કહ્યું કે યુકે અને યુએસમાં રિપોર્ટ કરવામાં આવેલા ડેલ્ટાક્રોન વેરિએન્ટ અને અન્ય દેશોમાં મળેલા ડેલ્ટાક્રોનમાં કેટલુક અંતર જોવા મળ્યું છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે, અમે હજુ ડેલ્ટાક્રોન વિશે વધુ જાણતા નથી કે આ અત્યાર સુધીના વેરિએન્ટથી કેટલો અલગ હશે. 


આ પણ વાંચો- ગર્લફ્રેન્ડના બાથરૂમમાંથી આવતી હતી ખુબ જ ગંદી વાસ, રહસ્ય ખુલ્યું તો બોયફ્રેન્ડના હોશ ઉડી ગયા


ઘણા દેશોમાં સામે આવી ચુક્યો છે ડેલ્ટાક્રોન વેરિએન્ટ
ડેલ્ટાક્રોન ઘણા દેશોમાં જોવા મળ્યો છે, સંભાવના છે કે આ વેરિએન્ટ ફેલાય શકે છે. ઓમિક્રોન વર્તમાનમાં યુરોપમાં ઝડપથી ફેલાય રહ્યો છે. તેથી તે પણ જરૂરી છે કે ઓમિક્રોન પ્રત્યે સાવચેત રહેવું પડશે. હવે આવનારો સમય જ જણાવશે કે શું ડેલ્ટાક્રોન ઓમિક્રોનનું સ્થાન લેશે? શું ડેલ્ટાક્રોન પર વેક્સીનની ઇમ્યુનિટી કામ કરશે? શું તે વધુ ગંભીર સ્થિતિનું કારણ બનશે? આ તમામ સવાલોના જવાબ શોધવા માટે વર્તમાનમાં ડેલ્ટાક્રોનના કેસ ખુબ ઓછા છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે તેના પર નજર રાખવાની જરૂર છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube