પાકિસ્તાનના હેલ્થ એક્સપર્ટની કબૂલાત, મસ્જિદો બની રહી છે કોરોનાના ચેપના પ્રસારનો મુખ્ય સ્ત્રોત
દુનિયાના અનેક દેશ મહિનાઓથી લોકડાઉનમાં જીવી રહ્યા છે ત્યારે પાકિસ્તાનમાં નમાજીઓને મસ્જિદમાં નમાજની મંજૂરી આપવામાં આવી છે
નવી દિલ્હી : દુનિયાના અનેક દેશ મહિનાઓથી લોકડાઉન (Lockdown)માં જીવી રહ્યા છે ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને (Imran Khan) રમઝાન પહેલાં જ નમાજીઓને મસ્જિદમાં નમાજની મંજૂરી આપી દીધી છે. જોકે તેમને પણ ખબર છે કે જો એના કારણે દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણમાં વધારો થયો તો દેશ માટે સમસ્યા ઉભી થઈ શકે છે.
હાલમાં કોરોના વાયરસની રસી નથી મળી જેના કારણે એને રોકવાનો એકમાત્ર રસ્તો સોશિયલ ડિસ્ટન્સિંગ જ છે. આ સંજોગોમાં ધાર્મિક સભાઓ આ વાયરસના ફેલાવાનું મહત્વનું કારણ બની શકે છે. આ તર્ક સાથે પાકિસ્તાન ઇસ્લામિક મેડિકલ અસોશિયેશન (PIMA) પણ સંમત છે. PIMAના અધ્યક્ષ ઇફ્તિખાર બર્નીએ કહ્યું છે કે મસ્જિદો કોરોનાના ચેપના પ્રસારનો મુખ્ય સ્ત્રોત બની રહી છે.
હાલમાં પાકિસ્તાનમાં મસ્જિદમાં જવા માટે ઇમરાન ખાન સરકારે કેટલાક નિયમો બનાવ્યા છે જે પ્રમાણે લોકોએ એકબીજા સાથે અંતર જાળવવું પડશે અને પ્રાર્થન દરમિયાન પોતાની ચટાઈ સાથે લઈ જવી પડશે. પાકિસ્તાન મેડિકલ અસોશિયેશનના મહાસચિવ કેસર સજ્જાદે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે મસ્જિદ ખોલવાનું કોઈ કારણ જ નથી. હું લોકોને ઘરમાં જ પ્રાર્થના કરવાનું અને રોજ ઘરે જ રોજા ખોલવાની વિનંતી કરું છું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube