ચીનમાં 6 મહિના બાદ કોરોનાથી મોત, બેઇજિંગમાં સ્કૂલ બંધ, ઘણા જિલ્લામાં લૉકડાઉન
China Corona Virus: ચીનમાં કોરોના વાયરસના કેસમાં ફરી વધારો થઈ રહ્યો છે. છેલ્લા છ મહિના બાદ કોરોનાથી મૃત્યુ પણ થયું છે. આ કારણે ઘણા વિસ્તારમાં લૉકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે. રાજધાની બેઇજિંગમાં ઘણી સ્કૂલ બંધ કરી ઓનલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે.
બેઇજિંગઃ ચીનમાં ફરી કોરોના સંક્રમણના કેસમાં વધારો થઈ રહ્યો છે. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે રાજધાની બેઇજિંગમાં છ મહિનામાં પ્રથમવાર પાછલા સપ્તાહે ત્રણ લોકોના મોત થયા છે. તે દેખાડે છે કે કડક ઝીરો કોવિડ પોલિસી પણ કોરોનાને રોકવામાં નિષ્ફળ છે. દુનિયામાં કોરોના વાયરસ પ્રત્યે સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. પરંતુ ચીન દુનિયાની મોટી અર્થવ્યવસ્થા છે, જે હજુ પણ કડક નીતિનું પાલન કરી રહી છે. ચીને અચાનક ઘણા શહેરોમાં લૉકડાઉન જાહેર કર્યુ છે. સાથે સામૂહિક ટેસ્ટિંગ અને ક્વોરેન્ટીનની વ્યવસ્થા પણ લાગૂ કરી છે.
બેઇજિંગમાં સ્કૂલ બંધ
દુનિયા કોવિડનો સામનો કરવાનું શીખી ગઈ છે, પરંતુ ચીનમાં હજુ સ્થિતિ કાબુમાં નથી. ચીને સત્તાવાર રીતે રવિવારે એક 87 વર્ષીય વૃદ્ધના મોતની જાણકારી આપી છે. બેઇજિંગમાં સોમવારે કોરોના વાયરસના 962 નવા કેસ સામે આવ્યા હતા. તેના એક દિવસ પહેલા 621 કેસ સામે આવ્યા હતા. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પંચે રવિવારે જણાવ્યું કે ચીનમાં છેલ્લા 24 કલાકમાં 26,824 કેસ સામે આવ્યા છે. આ નવા કેસ એપ્રિલમાં આવેલા કેસ સમાન છે. બેઇજિંગમાં ઘણા જિલ્લામાં શાળાઓએ ઓનલાઇન શિક્ષણ શરૂ કરી દીધુ છે.
આ પણ વાંચોઃ નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
સંક્રમણના સત્તાવાર આંકડા ઓછા
ચીનમાં દુનિયાની સૌથી વધુ વસ્તી છે, પરંતુ બાકી દેશોની તુલનામાં સત્તાવાર રૂપે કોરોનાના કેસ ઓછા છે. થોડા સમય સુધી સંક્રમણના ઓછા કેસ આવ્યા બાદ હવે અચાનક તેમાં વધારો થઈ રહ્યો છે. કોરોનાના કેસમાં વધારો તેવા સમયે જોવા મળી રહ્યો છે, જ્યારે ચીને 11 નવેમ્બરે કોવિડ-19 સાથે જોડાયેલા નિયમોમાં ઢીલ આપવાની શરૂઆત કરી હતી. આ ઢીલમાં આંતરરાષ્ટ્રીય યાત્રા બાદ ફરજીયાત ક્વોરેન્ટીનને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
મોલ અને રેસ્ટોરન્ટ થયા બંધ
જાહેરાત બાદ ચીના ઘણા શહેરોમાં મોટા પાયા પર કોરોના ટેસ્ટિંગને બંધ કરવામાં આવ્યું, અને આશા વ્યક્ત કરવામાં આવી હતી કે સ્થિતિ ફરી સામાન્ય થશે. ચીનની ઝીરો કોવિડ પોલિસીએ તેને દુનિયાથી અલગ કરી દીધુ છે. તેના કારણે અર્થવ્યવસ્થાને પણ નુકસાન થયું છે. ચીનની સરકારે નાગરિકોને એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જતા પણ રોક્યા છે. બેઇજિંગમાં ઘણા શોપિંગ મોલ રવિવારે બંધ રહ્યાં. તો ઘણા લોકના ખુલ્લા રહેવાના સમયમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ઘણા રેસ્ટોરન્ટે બેસીને જમવાની સુવિધા બંધ કરી દીધી છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube