નવી દિલ્હી: પાકિસ્તાન (Pakistan) અને પાક અધિકૃત કાશ્મીર (PoK)ના આતંકી કેમ્પમાં કોરોના વાયરસ (Coronavirus)નું સંક્રમણ ફેલાઈ ચુક્યું છે. જેનાથી આ કેમ્પમાં રહેતા આતંકીઓમાં ભય ફેલાયો છે. કોરોના વાયરસથી આતંકીઓ વધારે ભયભીત છે કે, તેઓ કેમ્પ છોડીને ભાગવા માગે છે. પરંતુ તેમના પર પાકિસ્તાની સેના નરજ રાખી રહી છે અને આતંકીઓને કાશ્મીરમાં ઘૂસણખોરી કરવા માટે સતત દબાણ કરી રહી છે. ઝી ન્યુઝને મળેલી આતંકીઓની એક ઓડીયો ક્લિપ દ્વારા આ ખુલાસો થયો છે કે કોરોના વાયરસના સંક્રમણથી આતંકીઓ ભયભીત છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાનના એક ટેરર કેમ્પમાં રહેતા શાહિદ નામના એક આતંકીએ કાશ્મીરમાં તેના પિતાને ફોન પર જે વાતચીત કરી તેને સુરક્ષા એજન્સીઓએ મળી આવી છે. આ વાતચીતમાં ખુલાસો થયો છે કે, શાહિદ જે બીજા આતંકીઓ સાથે કેમ્પ રહે છે તે તમામ કોરોનાથી પીડિત છે.


શાહિદ અને પિતા વચ્ચેની વાતચીતમાં તેણે જણાવ્યું હતું કે, અબ્બુ અમારા ત્રણ ચાર સાથીઓમાં કોરોના વાયરસ ફેલાઈ ચુક્યો છે, પરંતુ તેમની સારવાર કરવામાં આવી રહી નથી. મારી પણ તબીયત થોડી ખરાબ છે. અમને દવાની જગ્યાએ હથિયાર અને દારૂગોળો આપવામાં આવી રહ્યો છે અને અમારી પાસે કાશ્મીરમાં ઘુસણખોરી કરવાનો પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube