Corona in World: વિશ્વમાં કોરોનાથી આશરે 35 લાખ લોકોના મૃત્યુ, આ દેશ સૌથી વધુ પ્રભાવિત
દુનિયામાં કોરોનાથી અત્યાર સુધી 16.79 કરોડથી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચુક્યા છે. તેમાં 36.86 લાખથી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 14.92 કરોડ લોકોએ કોરોનાને માત આપી છે.
નવી દિલ્હીઃ દુનિયામાં કોરોના સંક્રમણની ગતિ ધીમે-ધીમે ઓછી થઈ રહી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં વિશ્વભરમાં 4 લાખ 40 હજાર 498 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ દરમિયાન 8817 લોકોના મહામારીના કારણે મૃત્યુ થયા છે. આ વચ્ચે અમેરિકાએ પોતાના નાગરિકોને વિદેશ યાત્રાને લઈને ચેતવણી જારી કરી છે. મહત્વનું છે કે અમેરિકાએ પોતાના લોકોને જાપાન અને શ્રીલંકાની યાત્રા કરવાથી બચવાની સલાહ આપી છે.
અત્યાર સુધી 16.79 કરોડ કેસ
દુનિયામાં કોરોનાથી અત્યાર સુધી 16.79 કરોડથી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચુક્યા છે. તેમાં 36.86 લાખથી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 14.92 કરોડ લોકોએ કોરોનાને માત આપી છે. 1.51 કરોડ લોકોની સારવાર ચાલી રહી છે. તેમાં 1.51 કરોડ લોકોમાં કોરોનાના હળવા લક્ષણ છે અને 97611 લોકોની સ્થિતિ ગંભીર બની છે.
આ પણ વાંચોઃ ભાગેડુ મેહુલ ચોક્સી એન્ટીગુઆમાં રહસ્યમય રીતે ગૂમ, ડિનર કરવા નીકળેલો પાછો જ ન ફર્યો
આ દેશોમાં સૌથી વધુ કેસ
કોરોનાનો સૌથી વધુ કહેર અમેરિકામાં જોવા મળ્યો છે. અમેરિકામાં અત્યાર સુધી 33,922, 937 લોકો કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે, જ્યારે 604, 416 લોકોના જીવ આ મહામારીમાં ગયા છે અને 27, 563,930 લોકો અત્યાર સુધી મહામારીથી સાજા થઈ ચુક્યા છે.
બીજા નંબર પર ભારત છે, જ્યાં અત્યાર સુધી 26,947,496 લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચુક્યા છે અને 3 લાખ 7 હજારથી વધુ લોકોના જીવ આ મહામારીમાં ગયા છે. તો 2 કરોડ 40 લાખથી વધુ લોકોએ આ બીમારીને માત આપી છે.
બ્રાઝિલ આ મામલામાં ત્રીજા સ્થાને છે, જ્યાં કોરોનાના 16,121,136 કેસ અત્યાર સુધી સામે આવી ચુક્યા છે અને 450,026 લોકોની જિંદગી આ બીમારીની ઝપેટમાં આવવાને કારણે ગઈ છે. 14,552,024 લોકો સાજા થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube